તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંચમાં ફટાકડાની ફેક્ટરીની આગમાં દાઝેલા એકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાથીજણથી મહેમદાવાદ રોડ પર આવેલા વાંચ ગામમાં ખેતરમાં ચાલતી મારુતિનંદન ફાયર વર્કસ નામની ફટાકડાની ફેક્ટરીમાં ગુરુવારે અચાનક આગ લાગી હતી, જેમાં દાઝેલા 5 લોકોને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આ‌વ્યા હતા. સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું રવિવારે મોડી રાતે મોત નિપજ્યું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નિપજ્યા છે.

વાંચ ગામના ખેતરમાં મારુતિનંદન ફાયર વકર્સ નામની ફટાકડાની ફેક્ટરીમાં ગુરુવારે સાંજે અચાનક લાગેલી આગમાં ફેક્ટરીના માલિકો સહિત 5 લોકોને ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સ્થાનિકોએ સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાંથી રવિવારે રાતે 1.40 વાગે ફેક્ટરીમાં કામ કરતા ઇજાગ્રસ્ત 21 વર્ષીય ઓમપ્રકાશ ઉદયરાજ યાદવનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘટનાના એક દિવસ બાદ સારવાર માટે ખસેડાયેલા ઇજાગ્રસ્ત વિજયભાઇ નાગરભાઇ રાવળ(35) 22 તારીખે મોત નિપજ્યું. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકો હજુ પણ એલજી. હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેક્ટરીના માલિક દીપેન પટેલ, દશરથ પટેલ સહિત કામદાર કાલાભાઇ ગંભીર રીતે દાઝી ગયા હતા. ફટાકડાની ફેક્ટરીમાં આગના કારણે ફટાકડાના ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ પણ આ વિસ્તારની ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા ત્રણ લોકોનો ભોગ લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો