તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથીજણ સર્કલ પાસે આવેલી દવાની ફેક્ટરીમાં આગ લાગી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગ વિકરાળ હોવાથી 11 ફાયરની ગાડીથી કલાક બાદ કાબૂ મેળવાયો

ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ

હાથીજણ સર્કલ પાસની હરિકૃષ્ણા એસ્ટેટમાં આવેલી દવા બનાવવાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી, જેથી આસપાસના લોકોએ ફાયરફાઈટરને ફોન કરી જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આગ વિકરાળ હોવાથી 11 જેટલી ગાડી બોલાવી આગને 3 કલાક બાદ કાબુમાં લેવાઈ હતી. બીજી બાજુ આગના કારણે બાજુની દવાની ફેકટરીની દીવાલ ધરાશાઈ થઈ હતી,જેમાં પાંચ વ્યક્તિ દબાઈ ગયા હતા. ફાયરની ટીમે કાટમાળને ખસેડીને પાંચેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

જગ્યા નાની હોવાથી મુશ્કેલી ઊભી થઈ
આગના લાગ્યાનો કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જો કે ફાર્માસ્ટિયુકલ કંપનીમાં જવા માટેની ગલી નાની હોવાથી એક જ ફાયરની ગાડી અંદર જઈ શકે તેમ હતી જો કે બીજા તેની પાછળ ઉભી રહે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આવા સંજોગોમાં ફાયરની ટીમે વિવિધ પ્રયત્નો કરીને 11 વાહન બોલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.જો કે આગના કારણે એસ.પી રિંગ રોડ પર ટ્રાફિક જામ થયો હતો, જેથી પોલીસે ટ્રાફિક નિયમન કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો