તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંપનીઓના ખરાબ સમયમાં રોકાણનો વિકલ્પ શોધતા ફંડ્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| છેલ્લા કેટલાક સમયથી ટોચની કંપનીઓ જે ફંન્ડામેન્ટલથી મજબૂત છે પણ ટૂંકા ગાળા માટે વૈશ્વિક ઘટનાઓ, સેક્ટર સમસ્યા કે આર્થિક પગલાંઓ, ધારાધોરણોમાં બદલાવ કે મેનેજમેન્ટમાં ફેરફાર જેવા કારણોએ શેરના ભાવ તૂટ્યા હોવાના અનેક કિસ્સા છે. આવી કંપનીઓમાં રોકાણ કરીને ટૂંકા ગાળાના ઘટાડાનો લાભ લઇને ભાવિ મજબૂત વળતર ઊભું કરવાના પ્રયાસ હવે ફંડો કરી રહ્યા છે. આ થીમને આધારે ICICI પ્રુડે MFનું ઇન્ડિયા ઓર્પ્ચુનિટી ફંડ આવા શેરોમાં રોકાણ કરીને નવી તક ઊભી કરશે. આ ફંડનો રોકાણનો હેતૂ ફંન્ડામેન્ટલથી મજબૂત કંપનીઓના ક્રાઇસિસમાં તૂટેલા ભાવને ધ્યાનમાં લઇને રોકાણ કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...