તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Fb Hacked Her Husband39s Wife Who Sent A Nasty Message To Sister In Law 024548

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

FB હેક કરી બહેનપણીને બિભત્સ મેસેજ મોકલનારા પતિની પત્નીએ ધોલાઈ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનમેળ ન રહેતા પ્રેમલગ્ન કરનારા યુગલ 1 વર્ષ બાદ જૂદું થઇ ગયું હતું. છતાં પતિએ પત્નીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પત્નીની બહેનપણીઓને ગંદા મેસેજ મોકલતો હતો. આ વાત ધ્યાને આવતાં પત્નીએ 3-4 મિત્રો સાથે મળીને પતિને મળવાના બહાને બોલાવી જાહેરમાં ધોલાઇ કરી હતી. આ અંગે પતિ-પત્નીની સામસામી ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસેના અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતી રાહી બારોટ કન્સ્ટ્રક્શન કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. રાહીએ 2017માં ઘાટલોડિયા રહેતા રાહુલ બારોટ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ રાહુલ અને રાહી વચ્ચે મનમેળ નહીં રહેતા 1 વર્ષ બાદ તે બંને જુદા થયા હતા અને ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. રવિવારે રાતે 9 વાગ્યે રાહી તેની બહેનપણી નિલમ યાદવ તેમજ દિવ્ય યાદવ સાથે ઘરે હતી ત્યારે રાહીના ફેસબુક એકાઉન્ટ પરથી નિલમ યાદવને બિભત્સ મેસેજ આવ્યા હતા. તેમણે તપાસ કરતા રાહીનું ફેસબુક એકાઉન્ટ રાહુલે હેક કરી નિલમને 2-3 દિવસથી બિભત્સ મેસેજ કરતો હતો. આથી નિલમે રાહુલને અંબિકા એપાર્ટમેન્ટ પાસે મળવા બોલાવ્યો હતો. રાહુલ ત્યાં આવતાં રાહી, નિલમ તેમજ દિવ્યએ ભેગા મળીને રાહુલ સાથે મારામારી કરી હતી.

આ અંગે રાહુલે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતા રાહીએ પણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. પોલીસે આવીને બધાને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી, જ્યાં રાહુલે રાહી, નિલમ અને દિવ્ય વિરુદ્ધ મારા મારીની ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે રાહીએ રાહુલ વિરુદ્ધ પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમાંથી બહેનપણીને બીભત્સ મેસેજ કરીને હેરાન પરેશાન કરી મારામારી કરવાની ફરિયાદ નોંધાવી છે. ઘાટલોડિયા પીઆઈ પુષ્પાબહેન ગામીતે જણાવ્યું હતું કે બંનેની ક્રોસ ફરિયાદ નોંધી છે. હાલમાં કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો