તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થળ કાળથી પર અંતરમનની આબોહવાનો અનુભવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શા સ્ત્રીય સંગીત સાંભળવું તે પણ એક લ્હાવો છે. માત્ર સંગીત માટે જ નહીં તેની આબોહવા પણ એટલી જ સુખદ અનુભૂતિ કરાવે છે. સપ્તકની 10મી રાતે શુભાજીનું ગાયન સાંભળ્યું અને આ આબોહવામાં ચાર ચાંદ લાગી ગયા. તેમાં પણ તેમણે રાહ આભોગીમાં વિલંબિત એક તાલમાં ‘કાહે ગૂમાન કરે’ બંદિશે તો જાણે સ્થળ કાળથી પર અંતરમનની આબોહવાનો અનુભવ કરાવ્યો. હું તો કલાકારનો જીવ એટલે શુભાજી માઈક સેટ કરતાં હતાં ત્યારે પણ થયું કે કલાકાર પોતાની તૈયારીને લઈને કેટલો સભાન છે. તેમનો અવાજ ઘેરો અને એટલો જ મક્કમ જાણે કે મન મસ્તિષ્ક સાથે કંઈક કહેવા મથતો હોય. ક્લાસિકલ સંગીત કંઈ કોમર્શિયલ આર્ટ નથી તેમ છતાં અમદાવાદીઓને તેનું ઘેલુ લાગ્યું છે. સપ્તકનો નાદ જ એવો લાગે છે કે તમે ગમે ત્યાં ગમે તેને શોધી કાઢો. હું એક વખત અમેરિકા હતો અને ઝાકિરને સાંભળવા પહોચીં ગયેલો તો ત્યાં પણ સપ્તકની યાદો અંતરમન પર આવી ગઈ હતી. હું આઠેક વર્ષનો હતો અને સપ્તકમાં પપ્પા સાથે જતો બસ ત્યારથી મને તેનું ઘેલુ લાગ્યું છે. 1થી 13 જાન્યુઆરીમાં હું અમદાવાદ હોઉં તો સમય મળે અચૂક પહોચી જાઉં છું. કોઈ પણ કારણ વિના બસ આ સંગીતને સાંભળવાના અનુભવને શબ્દોથી પર જઈને અનુભવ કર્યો અને એક યાદગાર સંભારણું બન્યું.’

આજે સપ્તકમા ઃ (સવારે) 1. રાજા કાલે (વોકલ), પ્રવીણ શિંદે (તબલા), શિશિરચંદ્ર ભટ્ટ (હાર્મોનિયમ) | 2. શુભેન્દ્ર રાવ (સિતાર), સસ્કીઆ-રાવ-દાસ અને ચેલો (ડ્યુએટ), સંજુ સહાય (તબલા) (રાત્રે) 1. ડૉ. જયંતી એસ રવિ (કર્ણાટકી વોકલ), કૃપા રવિ (ડાન્સ), અદિતિ રવિ (ફ્લુટ), જાજ્વલ્ય શુક્લા (તબલા), સતિષ કૃષ્ણામૂર્તિ (મૃદંગમ) | 2. રાહુલ દેશપાંડે (વોકલ), નિખિલ ફાટક (તબલા), સુધિર નાયક (હાર્મોનિયમ) | 3. રીમેમ્બરિંગ પં. રવિશંકરજી | 4. પં. વિશ્વમોહન ભટ્ટ (મોહનવીણા), બિક્રમ ઘોષ (તબલા)

સૌમ્ય જોષી,

રાઇટર, ડિરેક્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો