તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Even After 13 Days Of Graduation There Were No 50000 Degree Certificates Found In The University 024617

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં પદવીદાનના 13 દિવસ પછી પણ 50 હજારને ડિગ્રી સર્ટિ ન મળ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ પૂરો થયાને 13 દિવસ થયા હોવા છતાં 50 હજાર વિદ્યાર્થીને ડિગ્રી સર્ટિફિકેટ મળ્યા નથી. વિદ્યાર્થીઓને નોકરી તેમજ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે લો વિદ્યાશાખાના પૂર્વ સેનેટ સભ્ય નિકુંજ બલરે સત્તાવાળાને રજૂઆત કરતા વિવાદ સર્જાયો છે.

ગુજરાત યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓ સુધી પદવી પ્રમાણપત્રો પહોંચાડવા માટે જરૂરી એડ્રેસના સ્ટિકર તૈયાર ન હોવાથી આવી સ્થિતિ સર્જાઈ છે.

બે વર્ષ પહેલા વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો આપવા માટે આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ખાતે સઘન વ્યવસ્થા ગોઠવાઈ હતી, જો કે ગયા વર્ષથી પદવી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ હતી.

આ અંગે પૂર્વ સેનેટ સભ્ય નિકુંજ બલર કહે છે કે, ‘એક તરફ ગુજરાત યુનિવર્સિટીને વૈશ્વિક બનાવવાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ સત્ય હકીકત એ છે કે અહીં વિદ્યાર્થીઓની કારકિર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ ડિગ્રી પ્રમાણપત્રો સમયસર પહોંચાડવા કોઈ વ્યવસ્થા નથી.’

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલને પૂછતાં કહ્યું હતું કે,‘વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ સત્વરે મળે તે માટેની સંબંધિત પદાધિકારીઓને સૂચના અપાઈ છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો