ઇન્ડિયન યોગ એસો.ના ગુજરાત વિભાગની સ્થાપના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતને યોગ ક્ષેત્રે વિશ્વ ગુરુ બનાવવા માટેની કવાયતના ભાગરૂપે ઇન્ડિયન યોગ એસોસિએશનના ગુજરાત વિભાગની સ્થાપના કરાઈ છે. ઈન્ડિયન યોગ એસો.ના ગુજરાત વિભાગના ચેરમેન તરીકે આચાર્ય બીરજુ મહારાજની નિમણૂક કરવામાં આવી છે. તેમની અધ્યક્ષતા હેઠળના આ વિભાગ માટે 14 સભ્યો પણ નિમાયા છે. બીરજુ મહારાજે જણાવ્યું કે, લોકો તણાવમુક્ત બને તેવા ઉમદા હેતુસર સ્થપાયેલી આ સંસ્થા પ્રાચીન યોગ પરંપરાઓને સાંકળશે. રાજ્યના યોગ શિક્ષકો, યોગ ચિકિત્સકો, યોગના અભ્યાસુઓને વૈશ્વિક મંચ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...