ડુંગળીમાં મંદીના કારણે મહારાષ્ટ્રમાં વાવેતર 65% ઘટ્યું

Ahmedabad News - due to the downturn in onion the sowing in maharashtra declined by 65 024649

DivyaBhaskar News Network

Jan 12, 2019, 02:46 AM IST
અમદાવાદ| ડુંગળી ઉત્પાદક મથક એવા મહારાષ્ટ્રમાં ખેડૂતોને ઉપજના પણ ભાવ ન મળ્યા હોવાથી વાવેતર વિસ્તારમાં 65 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. પાણીની અછત અને પ્રતિકુળ હવામાનની પણ અસર જોવા મળી છે. સામાન્ય રીતે રવી સિઝનમાં 2.55 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે તેની સામે આ વર્ષે માત્ર 89936.2 હેક્ટરમાં જ વાવેતર થયું છે. ખાસ કરીને નાસિકના ડુંગળીના વિસ્તાર અને મરાઠવાડામાં, ડુંગળી વાવણીમાં મોટો ઘટાડો આવ્યો હોવાથી કુલ વાવેતર કપાયું છે. આ વિસ્તારોમાં વરસાદની 30 ટકાથી વધુની ખાધ રહી છે. કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે જાન્યુઆરી અંત સુધી વાવેતરની કામગીરી થાય છે તેને ધ્યાનમાં લેતા વાવેતર 2.55 લાખ હેક્ટરને આંબી જશે. મહારાષ્ટ્રમાં 60 ટકા જેટલું ઉત્પાદન રવી સિઝનમાં થાય છે. ગુજરાતમાં પણ ડુંગળી ઉત્પાદક ખેડૂતોને પુરતા ભાવ ન મળ્યા હોવાના કારણે વાવેતર વિસ્તારમાં ઘટાડો થવા સાથે ઉત્પાદનમાં પણ કાપ આવશે.

X
Ahmedabad News - due to the downturn in onion the sowing in maharashtra declined by 65 024649
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી