તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Due To The Block The Train From Ahmedabad To Ahmedabad Was Canceled 054533

બ્લોકના કારણે ઉ.ગુજરાતથી અમદાવાદની ટ્રેન રદ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ઉ. ગુજરાતથી અમદાવાદ આવતી ડેમુ અને લોકલ ટ્રેન બે વર્ષથી બ્લોકના નામે રદ કરાતા પેસેન્જરોને હાલાકી પડી રહી છે. આ રૂટ ટ્રેનો રદ કરાય ત્યારે લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા ગુજરાત અપડાઉન પેસેન્જર એસો.એ માગણી કરી છે.

ટ્રેન રદ થતાં અપડાઉન કરતા લોકો ખાનગી વાહનોના સહારે, લાંબા રૂટની ટ્રેનને સ્ટોપ આપવા માટે માગ
ઉત્તર ગુજરાતમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો નોકરી ધંધા માટે અમદાવાદ અપડાઉન કરે છે. મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અપડાઉન માટે મહેસાણા - અમદાવાદ ડેમૂ, પાટણ - અમદાવાદ ડેમૂ, આબુરોડ - અમદાવાદ ડેમૂ ટ્રેનનો ઉપયોગ કરે છે. પરંતુ અમદાવાદ ડિવિઝનમાં બે વર્ષથી ટ્રેક ડબ્લિંગ, સિગ્નલ સિસ્ટમ અપગ્રેડ કરવા, ઇલેક્ટ્રિફિકેશન, રેલવે ક્રોસિંગ બંધ કરવા સહિતના અનેક વિકાસ કામો ચાલી રહ્યાં છે. રેલવે દ્વારા વારંવાર બ્લોક લેવાતા આ ડેમૂ ટ્રેનો રદ કરી દેવામાં આવે છે. એજ રીતે થોડા સમય પહેલાં અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર કામગીરી શરૂ કરાતા આ ડેમૂ ટ્રેનો સાબરમતી ખાતે જ અટકાવી દેવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતથી આવતી આ ડેમૂ ટ્રેનો રદ કરાતા પેસેન્જરોને નાછૂટકે વધુ ભાડું ખર્ચી ખાનગી વાહનોમાં અપડાઉન કરવી પડે છે. એજરીતે આ ટ્રેનો સાબરમતી ખાતે રદ કરાતાં સાબરમતીથી તેમને ભાડું ખર્ચ કરવું પડે છે. બીજી બાજુ ઉત્તર પશ્ચિમ રેલવેની જોધપુર - અમદાવાદ પેસેન્જર તેમજ જયપુર અમદાવાદ પેસેન્જર ટ્રેનો તેમજ અમદાવાદ ડિવિઝનની લાંબા અંતરની ટ્રેનો પણ રેગ્યુલર ચાલુ છે. ત્યારે રદ કરાતી પેસેન્જર ટ્રેનો પણ રેગ્યુલર ચલાવવામાં આવે તેવી માગણી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...