તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Dr Vashishth Bhatt Asked For The Details Of Sexual Harassment Case 054547

ડો. વશિષ્ઠ ભટ્ટે જાતીય સતામણીના કેસની વિગતો માગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિનીની જાતીય સતામણીની ફરિયાદના કેસમાં ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટે સસ્પેન્ડ કરેલા કેમિસ્ટ્રીના અધ્યાપક ડો. વશિષ્ઠ ભટ્ટે વિદ્યાર્થિનીએ યુનિ.માં કરેલી ફરિયાદની વિગતો માંગી છે. ડો. ભટ્ટે યુનિવર્સિટીની ઈન્ટરનલ કમ્પ્લેન કમિટીને લેખિતમાં અરજી કરીને વિદ્યાર્થિનીએ જાતીય સતામણી અંગે કરેલી ફરિયાદ રજૂ કરવા માટે જણાવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના 70 વર્ષના ઈતિહાસમાં જાતીય સતામણીની ફરિયાદ બાદ પીએચડીના અધ્યાપકને સસ્પેન્ડ કરાયાનો આ પ્રથમ કિસ્સો છે.

ડો. વશિષ્ઠ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...