તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Double Engine Will Be Able To Increase The Speed Of The Capital 024633

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજધાનીની ઝડપ વધારવા માટે ડબલ એન્જિન જોડાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, મુંબઈ-દિલ્હી રાજધાની સહિત દેશભરમાં દોડતી તમામ રાજધાની એક્સપ્રેસની સ્પીડ વધારવા માટે હવે તેને ડબલ એન્જિન સાથે દોડાવવામાં આવશે. ડબલ એન્જિન સાથે ટ્રેન દોડાવાતા તેના પહોંચવાના સમયમાં એકથી બે કલાકનો ઘટાડો થશે. એજરીતે એન્જિનની ક્ષમતા વધતા ટ્રેનમાં વધુ કોચ જોડી શકાશે. જેથી પેસેન્જરોની સંખ્યા પણ વધશે.

થોડા સમય પહેલા મુંબઈ દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં ડબલ એન્જિન જોડી ટ્રાયલ હાથ ધરાઈ હતી. આ ટ્રેનને દિલ્હીથી મુંબઈ પહોંચવામાં 113 મિનિટનો સમય બચ્યો હતો. હવે તમામ રાજધાની એક્સપ્રેસને ડબલ એન્જિન સાથે દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ડબલ એન્જિનના પગલે ટ્રેનમાં 2થી 3 કોચ વધુ જોડી શકાશે અને પેસેન્જરની સંખ્યા 200થી 300 વધી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો