તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મકાનના દસ્તાવેજ ન કરી આપી રૂ. 3.61 કરોડની છેતરપિંડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરના કુડાસણમાં આવેલા શ્રીફળ હાઇટ્સમાં રહેતા સતિષભાઇ પટેલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, જૂન 2018 થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન મેઘાણીનગર અમરનગર કો.ઓ.હા.સો.લિમાં રહેતા વિક્રમભાઇ પટેલ, કચરાભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ, પ્રહલાદભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ, ચંદુભાઇ પટેલ, દીપકભાઇ પ્રજાપતિ, મહેંદ્રભાઇ પટેલ, પ્રહલાદભાઇ પટેલે મકાનના 3.61 કરોડ લીધા બાદ મકાનના દસ્તાવેજ કરી આપ્યા ન હતા. તેમ જ પૈસા પરત માગતા આપ્યા હતા નહિ. મકાનોના બાનાખત અને બાનાચિઠ્ઠી બનાવી પૈસા લઇ લીધા હતા. આ અંગે ગુનો નોંધી મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...