તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Do Not Feel Gst At The Same Rate On Tour Package 5 To 10 Relief 054606

ટૂર પેકેજ પર સમાન દરે GST નહીં લાગે, 5થી 10 ટકાની રાહત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટૂર પર જતા લોકોને હવે જીએસટી ચાર્જમાં 5થી 10 ટકા જેટલો ફાયદો થશે. હાલમાં એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ આપેલા ચુકાદા પ્રમાણે ટૂર ઓપરેટરે સર્વિસ પ્રમાણે જીએસટી લેવો પડશે. અત્યાર સુધી ટૂર પેકેજમાં અલગ અલગ સર્વિસ પર એક સમાન જીએસટી લેવાતો હતો. ટૂર ઓપરેટર એસોસિએશનને જીએસટીની એડવાન્સ રૂલિંગ ઓથોરિટીને રજૂઆત કરી હતી. ટૂર ઓપરેટર દ્વારા આપવામાં આવતા પેકેજની સર્વિસ પર એક દર લગાવી જીએસટી લેવામાં આવતો હતો. કેરળ એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ જણાવ્યું કે, જો અલગ અલગ સર્વિસની વેલ્યૂ અલગ અલગ હોય તેવા કિસ્સામાં સર્વિસ પર લાગુ પડતા દર પણ અલગ અલગ જ હોવા જોઇએ.

સેવાઓનું અલગ બિલ બનવાથી ગ્રાહકોને લાભ
આ સ્પષ્ટતા પહેલા ટૂર ઓપરેટર દ્વારા પેકેજ પર 5 ટકા જીએસટી વસૂલાતો હતો. જેની સામે અલગ અલગ વેલ્યૂ પર બિલ બનાવવામાં આવે તો ગ્રાહકોને સર્વિસ પ્રમાણે જીએસટી ચૂકવવો પડે. જેથી આશરે 5 ટકા જેટલો ફાયદો પેકેજ પર મળે છે. ધાર્મિક પ્રવાસો, ધાર્મશાળા કે ફૂડ સર્વીસ પર જીએસટી નથી લાગતો ત્યાં ગ્રાહકને બીજા 5 ટકાની બચત થશે.

અન્ય સમાચારો પણ છે...