તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દામ્પત્યજીવન વાસી નહીં, પણ પ્રસન્ન હોવું જોઈએ: મોરારિ બાપુ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાત્મા ગાંધીજીના 150મા જન્મ જયંતી વર્ષ અને નવજીવન ટ્રસ્ટના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કસ્તુરબાના સ્મરણમાં નવજીવન ટ્રસ્ટના ઉપક્રમે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના સહયોગથી આયોજિત માનસ નવજીવન રામકથામાં પૂ. મોરારિ બાપુએ ઉપસ્થિત સૌ ભાવિકોને રામકથાનું રસપાન કરાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, કસ્તુરબામાં સેવા, સમર્પણ અને ત્યાગની સુંદરતા હતી. પૂ. મોરારિ બાપુએ માનસ નવજીવન રામકથામાં નવનો મહિમા સમજાવતા ગાંધીજી અને કસ્તુરબાના જીવન પરથી શીખ આપતા ભાવિકોને જણાવ્યું કે, દામ્પત્યજીવન વાસી ન હોવું જોઈએ, પ્રસન્ન હોવું જોઈએ. તેમ જ નવ એટલે નઉં, નવ એટલે નૂતન, નવ એટલે નવ્ય, નવ એટલે નવલ. અહીં નવ દિવસીય કથામાં મારા મનમાં જે અર્થ છે તે નવ એટલે નીત નૂતન. નવ લક્ષણો બુદ્ધ પુરુષ મારા અને તમારા જીવનમાં નવજીવન પ્રગટાવશે. તેમણે સુંદરકાંડની વાત દોહરાવતા જણાવ્યું કે, રામચરિત માનસનું પ્રત્યેક પગથિયું મહિમાવંત છે. પ્રત્યેક કાંડ પોતાની ગરિમા સાથે એકબીજા સાથે જોડાયેલા છે. જેના મુખમાં હરિસ્મરણ હશે તેનો ચહેરો પ્રસન્ન હશે.

રવિવારે માનસ નવજીવન કથામાં સાબરમતી મધ્યસ્થ જેલના કેદીભાઈઓએ રામકથામાં ભજનો ગાઇને સત્સંગ કરાવ્યો હતો. કેદીભાઈઓના સત્સંગની પૂ. મોરારિ બાપુએ સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો