તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસ્ત્રાપુરમાં દિવ્યાંગનો ફોન, પર્સ લૂંટનાર ચરસી પકડાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંધજન મંડળ હોસ્ટેલમાં રહેતા દિવ્યાંગને વસ્ત્રાપુર તળાવ પાસે માર મારીને મોબાઈલ ફોન અને રૂ.6 હજાર ભરેલુ પાકીટ લૂંટીને ભાગી ગયેલા ચરસી ભુવન સોનીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. ચરસના બંધાણી ભુવને છેલ્લા 2 વર્ષમાં વસ્ત્રાપુર તળાવ તેમજ હેલ્મેટ સર્કલથી અંધજન મંડળ તરફ જતા રોડ પરથી 10 માણસો પર હુમલો કરીને મોબાઈલ લૂંટી લીધા હતા, જેમાં અગાઉ પોલીસે ભુવનની ધરપકડ કરી હતી.

અંધજન મંડળની હોસ્ટેલમાં રહેતો રણજીત ડાભી કસ્ટમર એકઝિકયુટિવ તરીકે નોકરી કરે છે. શુક્રવારે નોકરીએ છુટીને રણજીત હોસ્ટેલ જવા માટે નીકળ્યો હતો. વસ્ત્રાપુર તળાવ હિમાલયા આર્કેડની બાજુમાં આવેલા રામા પીરના મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે એક યુવાને રણજીતને રોકીને ખિસ્સામાં શું છે, બતાવ તો? તેમ કહેતા રણજીતે તેને કહ્યું હતું કે, તે તારે શું કામ છે.

જેથી તે યુવાને રણજીતને ‘ખિસ્સા બતાવ નહીં તો જાનથી મારી નાખીશ,’ તેમ કહીને ઝપાઝપી કરી તેના પેન્ટનમાં ખિસ્સામાંથી મોબાઈલ ફોન અને પર્સમાંથી રૂ.6 હજાર લૂંટી લીધા હતા. આ અંગે રણજીતેે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા વસ્ત્રાપુર પોલીસ આવી પહોંચી હતી.

આ અંગે રણજીતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે રણજીતે જણાવેલા વર્ણનના આધારે પોલીસે તેને ભૂવનનો ફોટો બતાવતા રણજીતે તેને ઓળખી બતાવ્યો હતો. જેના આધારે પોલીસે ભૂવનને ઝડપી લઇ રણજીતનો ફોન અને પૈસા ભરેલુ પાકિટ કબજે કર્યુ હતંુ.

પોલીસે મોબાઈલ અને રૂ. 6 હજાર કબજે કર્યા

2 વર્ષમાં 10 લોકોને પાસે લૂંટ કરી હતી

2 વર્ષથી લૂંટ કરતો

આરોપી ભૂવન સોની વસ્ત્રાપુર તળાવ તેમજ હેલમેટ સર્કલથી અંધજન મંડળ તરફના રોડ પર આવતા જતા લોકોને પોતાને શિકાર બનાવી લૂંટ ચલાવતો હતો. તે ચરસનો બંધાણી હોવા ઉપરાંત અગાઉ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો