તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંદકી કરનારાને હવે 5 હજારથી 5 લાખ સુધીનો દંડ કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં મ્યુનિ. દ્વારા હવે ગંદકી ફેલાવનાર તત્ત્વોને રૂ.5 હજારથી રૂ. 5 લાખ સુધીનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણના બીજા ત્રિમાસિક પરિણામમાં પણ અમદાવાદનું સ્થાન 7માંથી માત્ર 6 પર પહોંચ્યું છે, જેથી હવે મ્યુનિ. દ્વારા ગંદકી ફેલાવતા એકમો સામે કડક પગલા લેવાનો નિર્ણય લેવાયો છે. ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે, શહેરમાં મોટાભાગના લોકો સ્વચ્છતાના આગ્રહી બન્યા છે. જોકે કેટલાક લોકોને કારણે શહેરમાં ગંદકી જોવા મળી રહી છે. ત્યારે હવે સ્વચ્છતાની ચકાસણી માટે અલગ અલગ ટીમ બનાવી શહેરમાં તપાસ કરવામાં આવશે, જેમાં સોસાયટીઓ, દુકાનો સહિત અન્ય સ્થળે જ્યાં ગંદકી કરનારા જોવા મળશે તેમને વધુ આક્રમક દંડ કરવામાં આવશે. જેમાં આવી ગંદકી ફેલાવનારને રૂ. 5 હજારથી લઇને રૂ. 5 લાખ સુધીનો દંડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો