તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Detained Vehicles Rickshaw Racket Caught On Rto39s Fake Documents 054531

ડિટેઇન કરેલાં વાહનો RTOના નકલી દસ્તાવેજોથી છોડાવાનું કૌભાંડ પકડાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ડિટેઇન કરેલાં વાહનો આરટીઓનાં નકલી દંડ ભર્યાંની રસીદ અને પ્રમાણપત્રો બનાવી છોડાવવાનું કૌભાંડ સાઇબર ક્રાઈમે ઝડપ્યંુ છે, જેમાં બે આરટીઓ એજન્ટ સહિત 5ની ધરપકડ કરાઈ છે.

સાઇબર ક્રાઇમ બ્રાંચના પોલીસ કોન્સટેબલ ભગીરથસિંહને બાતમી મળી હતી કે, કેટલાક લોકો દ્વારા પોલીસે ડિટેઈન કરેલાં વાહનો આરટીઓના નકલી દંડ ભર્યાની પહોંચ તેમજ સર્ટિફિકેટ બનાવી છોડાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે. પોલીસે આ અંગે દાણીલીમડા ટોઇંગ સ્ટેશન ખાતે વોચ ગોઠવી હતી જેમાં અસ્ફાકભાઈ ઝમીરભાઈ શેખ, અનવરભાઈ હાજીભાઈ શેખ, મોહંમદ હનીફ શેખ અને ઈસ્માઈલ છીપા સ્થળ પર આવ્યા હતા. તેમની પાસેથી આરટીઓના નકલી ડોક્યુમેન્ટ મળી આવતા તે કોની પાસેથી મેળવ્યા તેની અંગે પૂછપરછ કરતા તેઓ જુહાપુરાના રહેવાસી તાહીર મિરઝા પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે મિરઝાની ધરપકડ કરી હતી. આ સાથે ગોતાના કાળુ ભરવાડ પણ સામેલ હોવાનું ખૂલ્યંુ હતું.

બે એજન્ટ અગાઉ પણ સંડોવાયેલા
અશફાક શેખ અને અનવર શેખ આરટીઓ એજન્ટ છે. આ અગાઉ પણ તેઓ આ જ પ્રકારની પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેમની સામે સાબરમતી, કારંજ, સોલા અને અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે.

અન્ય સમાચારો પણ છે...