તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Despite The Shortage Of Water Summer Plantation Has Reduced To 6 Lakh Hectares 054634

પાણીની અછત છતાં ઉનાળુ વાવેતર નજીવું ઘટી 6 લાખ હેક્ટરમાં સંપન્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં પાણીની સમસ્યા વિકટ બની હોવાથી ખેતી માટે પાણી ન મળતા ઉનાળુ વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. નહેરો, ચેકડેમમાં પાણી ન હોવા સાથે મોટા ભાગના વિસ્તારોમાં જમીનના તળ પણ ઉંડા ઉતરી ગયા હોવાથી ખેતી માટે પાણી પુરતા પ્રમાણમાં મળતુ નથી જેના કારણે ઉનાળુ ઉત્પાદનમાં સરેરાશ 30-50 ટકાનો ઘટાડો થશે તેવું નિષ્ણાતોનું કહેવું છે. રાજ્ય સરકારના અહેવાલ મુજબ ઉનાળુ વાવેતર પણ ગતવર્ષની તુલનામાં 19 ટકા ઘટીને 5.88 લાખ હેક્ટરમાં રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 7.24 લાખ હેક્ટરમાં રહ્યું હતું. એપ્રિલ મહિનો અડધો પૂર્ણ થયો હોવાથી હવે ઉનાળુ વાવેતરમાં ઝડપી વધારો થાય તેમ નથી. ચૂંટણીલક્ષી માહોલ ઉપરાંત ખેડૂતોને ઉપજના પણ પુરતા ભાવ ન મળતા વાવેતર કપાયા છે.

હેક્ટરદીઠ ઉતારા-ઉત્પાદકત્તા, ગુણવત્તાને અસર થશે
પાણીની અછતના કારણે ઉનાળુ પાકોના હેક્ટર દીઠ ઉતારા કપાશે સાથે-સાથે ઉત્પાદકત્તા અને ગુણવત્તાને પણ અસર થશે તેવું અગ્રણી ખેડૂતોનું કહેવું છે. જ્યાં સિંચાઇના પાણીની સુવિધા છે ત્યાં જ સારો પાક થશે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં પાણીની અછત હોવાના કારણે ઉત્પાદનમાં મોટો કાપ આવશે તેવું અનુમાન છે.

વાવેતર વિસ્તારની સ્થિતિ
પાક 8-4-18 8-4-19 તફાવત

ડાંગર 53648 28435 -47

બાજરી 238673 190813 -20

અડદ 8120 4887 -40

મગફળી 51498 26720 -48

ડુંગળી 9105 1806 -80

ગવાર 5274 2137 -59

કુલ 723668 588464 -19

(નોંધ-વાવેતર હેક્ટરમાં)

અન્ય સમાચારો પણ છે...