તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંડમાં ઉત્પાદન કાપ છતાં ખાંડમાં તેજી નહિંવત્,

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુગર મિલોને પેરિટી ન હોવાથી નુકસાની, દેવાનો વધતો બોજ
જ્યારે ખાડના ઉત્પાદન હબ એવા ઉત્તરપ્રદેશમાં શેરડીની રિકવરી નબળી રહેતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. 31 ડિસેમ્બર 2018 સુધીમાં દેશમાં 501 ખાંડ મિલોમાં ક્રશીંગની કામગીરી શરૂ થઇ છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 505 સુગર મિલો દ્વારા ક્રશિંગની કામગીરી ચાલુ હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકની સુગર મીલોએ વર્ષના પ્રારંભમાં ઉત્પાદનની કામગીરી શરૂ કરી હતી જેના કારણે ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. જોકે વરસાદ અને સફેદ ગ્રુબના ઉપદ્રવને કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય તેવું અનુમાન છે.

દેશમાં ચાલુ વર્ષે ઉત્પાદન ઘટીને 315 લાખ ટન આસપાસ રહી જશે તેવો અંદાજ છે જે અગાઉના વર્ષે આ સમયમાં 325 લાખ ટનનું રહ્યું હતું. દેશમાં ખાંડનો વપરાશ જળવાઇ 260 લાખ ટન આસપાસ રહેશે. ઉત્તર પ્રદેશમાં 31 લાખ ટનનું ઉત્પાદન કર્યું છે જે ગતવર્ષના સમાન ગાળામાં 33 લાખ ટનનું રહ્યું હતું. મહારાષ્ટ્રમાં ગતવર્ષે આ સમયમાં 38.39 લાખ ટનથી ઉત્પાદન વધીને આ વર્ષે 43.98 લાખ ટન થયું છે. કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન 16.83 લાખ ટનથી વધીને 20.45 લાખ ટન આંબ્યું છે.

શેરડીની ઉંચી કિંમતો સામે ખાંડમાં તેજી ન હોવાથી સુગર મિલોને પેરિટી બેસતી નથી જેના કારણે ચાલુ વર્ષે પણ મિલોને નુકશાની પહોંચી રહી છે. સરકારના 50 લાખ ટનના નિકાસ લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં માત્ર 12-15 લાખ ટનની જ નિકાસ થઇ છે. વૈશ્વિક બજારોમાં નીચા ભાવના કારણે નિકાસ વેપારો નહિંવત્ રહ્યાં છે. ખાંડમાં તેજી નહિં આવે તો સુગર મિલોને શેરડીના ચૂકવવાના નાણાંનો બોજ સતત વધતો જશે.

ગુજરાતમાં 16 મિલો દ્વારા 4.30 લાખ ટનનું ઉત્પાદન થયું છે. ભાવ નજીવા ઉંચકાઇ ક્વિન્ટલ દીઠ 3200-3450 સુધીના બોલાઇ રહ્યાં છે.

ખાંડનું ઉત્પાદન વધી 110.5 લાખ ટન, નિકાસ ટાર્ગેટના 50 ટકા થશે
ખાંડ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 3200 કરવા માંગ
ગુજરાતની મીલોને ફાળવણી ઓછી આવતા સુધારાનું ધ્યાન
જાન્યુઆરી માસનો ક્વોટા 18.50 લાખ ટનનો ફાળવવામાં આવ્યો છે પરંતુ ગુજરાતને માત્ર 6 લાખ બોરીની ફાળવણી છે. અગાઉ કરતા ઓછી હોવાથી અને ક્વોલિટી માલોમાં માગ જળવાઇ રહેતા ક્વિન્ટલે રૂા.50-100નો સુધારો આવી શકે છે. ગુજરાતમાં 16 મિલો દ્વારા 4.30 લાખ ટનનું ઉત્પાદન થયું છે.

જગદીશભાઇ, જગદીશ બ્રોકર

50 લાખ ટનના નિકાસ લક્ષ્યાંક સામે 20-25 લાખ ટન નિકાસ થશે
વૈશ્વિક બજારમાં ખાંડના નીચા ભાવ હોવાથી તેમજ કરન્સી માર્કેટમાં વોલેટાલિટીના કારણે નિકાસ નહિંવત્ રહી છે. કેન્દ્ર સરકારે નિકાસનો લક્ષ્યાંક 50 લાખ ટન મુક્યો છે પરંતુ સિઝનના અંત સુધીમાં 20-25 લાખ ટનની જ નિકાસ થશે તેવો અંદાજ છે. અત્યાર સુધીમાં 13-15 લાખ ટનના નિકાસ વેપારો થયા છે.

ખાંડ ઉત્પાદન સ્થિતી
રાજ્ય 2018 2019

ઉત્તરપ્રદેશ 31 33

મહારાષ્ટ્ર 43.98 38.39

કર્ણાટકા 20.45 16.83

ગુજરાત 4.3 3.77

આંધ્ર પ્રદેશ 2.15 2.10

તામીલનાડુ 1.40 0.96

કુલ 110.52 103.56

મીલો 501 505

( નોંધ : ઉત્પાદન લાખ ટનમાં)

અન્ય સમાચારો પણ છે...