તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓને ‘લાઈફ સપોર્ટ સિસ્ટમ’ વિશે અપાયો ડેમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઈકાલે એલ. જે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી દ્વારા ‘વર્લ્ડ ફાર્મસી ડે’અને ‘વર્લ્ડ હાર્ટ ડે’ નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ, હેલ્થ અવેરનેસ ડ્રામા અને બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ વિશે અમેરિકાની હાર્ટ એસોસિએશનના સર્ટિફાઇડ ટ્રેનર દ્વારા વિદ્યાર્થીઓને હાર્ટ એટેકના સમયે કેવી રીતે હાર્ટ પમ્પિંગ દ્વારા જીવ બચાવી શકાય છે તે વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ હેલ્થ અવેરનેસને કોલેજ કેમ્પસ ખાતે વિવિધ એક્ટિવિટી પણ કરી હતી.

CPRથી બચી શકે છે કોઈનો જીવ
CPR એટલે કાર્ડિયો પલ્મનરી રેસસિટેશન. કાર્ડિયાક અરેસ્ટ જેવી ગંભીર અવસ્થામાં શરૂઆતી પળોમાં જ્યારે દર્દી એમ્બ્યુલન્સની રાહ જોતો દમ તોડી શકે છે ત્યારે CPR જેવી લાઇફ-સેવિંગ સ્કિલ દર્દીને નવજીવન આપી શકે છે. આ સ્કિલમાં બંધ પડી ગયેલા હૃદયને ફરી ચાલુ કરવાનું હોય છે અને દર્દીને ખૂટતો શ્વાસ પૂરો પાડવાનો હોય છે. મહત્વનું એ છે કે આ સ્કિલ કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે.

આ રીતે કરો દર્દીનું પમ્પિંગ
જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને છાતીની નીચે હથેળીથી પમ્પિંગ(ધક્કો) કરો. 30 વાર પમ્પિંગની પ્રક્રિયા 5 વાર એટલે કે ટોટલ 150 વાર કરો. આ સાથે હાર્ટ એટેક આવનાર વ્યક્તિનું નાક બંધ કરીને મોથી શ્વાસ ફેફસામાં પહોંચે એવું કરો. આ પ્રક્રિયા 5 મિનિટ સુધી કરો.

અન્ય સમાચારો પણ છે...