યુનિવર્સિટીમાં ફેકલ્ટી ડીનની જગ્યા ભરવા માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર |અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી કોમર્સ ફેકલ્ટી ડીનની જગ્યા તાત્કાલિક જાહેરનામું બહાર પાડીને ચૂંટણી કરવાની માગ કરાઈ છે. વિદ્યાર્થી સેનાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં ફેકલ્ટી ડીનની મુદત 30 ઓગસ્ટ, 2019 સુધીમાં પૂર્ણ થઈ છે. 21 દિવસ પહેલાં જાહેરનામું બહાર પાડી ચૂંટણી કરાવવી જોઈએ છતાં યુનિવર્સિટીના ચોક્કસ વ્યક્તિઓના હિત માટે ડીનની ચૂંટણી કરાઈ નથી. કોર્સ, પરીક્ષા સહિતની બાબતોનો પરીપત્ર કરવામાં ડીનની ચાવીરૂપ ભૂમિકા હોય છે.

અન્ય સમાચારો પણ છે...