તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનાની આયાત ડ્યૂટી બજેટમાં ઘટાડાય તેવી વકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

સોનાની આયાત ડ્યૂટી ગતવર્ષે બજેટમાં સરકારે 10 ટકાથી વધારી 12.5 ટકા કરી દેવામાં આવતા જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મોટી અસર પડી છે જેના કારણે વાણીજ્ય મંત્રાલયે ડ્યૂટીમાં ઘટાડો કરવાની માંગ કરી છે. સરકારે ડ્યૂટીમાં વધારો કર્યા બાદ ચાલુ ખાતાની ખાધ સાત ટકા સુધી ઘટી છે. જેમ્સ-જ્વેલરી ઉપરાંત રિટેલર્સ દ્વારા આગામી ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં આયાત ડ્યૂટી ચાર ટકા સુધી ઘટાડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ડ્યૂટીના આકરા ભારણના કારણે દેશનો જેમ્સ-જ્વેલરી બિઝનેસ અન્ય દેશોમાં સ્થળાંતર થઇ રહ્યો છે. વાણિજ્ય મંત્રાલયના અહેવાલ મુજબ એપ્રિલથી નવેમ્બરના સમય દરમિયાન સોનાની ચાલુ ખાતાની ખાધ 7 ટકા ઘટીને 20.57 અબજ ડોલર રહી છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 22.16 અબજ ડોલર રહી હતી. નવેમ્બર માસમાં સોનાની આયાત માત્ર 39 ટન રહી હતી જે અગાઉના વર્ષે આ સમયમાં 152 ટન નોંધાઇ હતી.

દેશમાં જુલાઇ માસથી આયાતમાં સતત ઘટાડો રહ્યો છે. જોકે, ઓક્ટોબર માસમાં 5 ટકા વધી 1.84 અબજ ડોલર રહી હતી. ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. જે મુખ્યત્વે જ્વેલરી ઉદ્યોગની માંગને પૂર્ણ કરે છે. વોલ્યુમની દ્રષ્ટિએ દેશ વાર્ષિક 800-900 ટન સોનાની આયાત કરે છે. જે ઘટીને આ વર્ષે માત્ર 750 ટન કે તેનાથી ઓછી આયાત થાય તેવું અનુમાન છે. એપ્રિલથી નવેમ્બર માસ દરમિયાન જેમ્સ-જ્વેલરી નિકાસ 1.5 ટકા ઘટીને 20.5 અબજ ડોલર રહી છે.

ઊંચી ડ્યૂટીથી ગેરકાયદે આયાતને મોકળું મેદાન મળ્યું
સોનાની આયાત ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવતા દેશમાં ગેરકાયદે આયાતનું પ્રમાણ ઝડપી વધ્યું છે. સૌથી વધુ ડ્યૂટી ભારતમાં છે જેના કારણે ભારતની તુલનાએ અન્ય દેશોમાં સોનાની કિંમત નીચી રહી છે જેના કારણે ગેરકાયદે ભારતમાં દુબઇ, આફ્રિકન દેશોમાંથી આયાત થઇ રહી છે. ડ્યૂટી ઘટાડવામાં આવે તો ગેરકાયદે આયાતને બ્રેક લાગી શકે. બૂલિયન એનાલિસ્ટોના મતે દેશમાં વાર્ષિક ધોરણે સરેરાશ 200-250 ટનથી વધુ આયાત ગેરકાયદે થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો