તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Delivering The Waste To The Corporation Will Give You A Message Against The Message 054611

કચરાપેટી ભરાઈ જતા કોર્પોરેશનને આપો-આપ મેસેજ સામેથી મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : કોર્પોરેશન દ્વારા કચરાના નિકાલ માટે મુકવામાં આવેલી કચરાપેટી 80 ટકા ભરાઈ જતા જ કોર્પોરેશનના જે તે અધિકારીને કચરાપેટી ખાલી કરવાનો મેસેજ મળી જશે. વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ‘સ્માર્ટ ડસ્ટબિન’ ડેવલોપ કર્યું છે.જે કોર્પોરેશનને કચરા નિકાલ માટે હેલ્પ કરશે.

કોર્પોરેશન સાથે વાત કરીશુ
નીરવ મહેતા, પ્રોફેસર વીજીઈસી

 પ્રોફેસર નીરવ મહેતાએ કહ્યું કે આ કચરાપેટી અમે કોર્પોરેશનના કચરાનો નિકાલ કરવા માટે વિકસાવી છે અને આ પ્રોજેક્ટ પૂરો થતા અમે કોર્પોરેશન સાથે વાટાઘાટો કરીશું

કેવી રીતે કામ કરશે સ્માર્ટ ડસ્ટબિન
પ્રોજેક્ટમાં G.S.M મોડ્યુલ ઉપયોગ કરવામાં આવ્યો છે. કચરાપેટીમાં કચરો કેટલો ભરાઈ ગયો છે તેની માહિતી મેળવા માટે વિધાર્થીઓએ કચરાપેટીમાં એક સર્કિટ અને સેન્સર લગાવ્યું છે જે 80 ટકા કચરો ભરાઈ જતા માં G.S.M મોડ્યુલની મદદથી અધિકારીને મેસેજ દ્વારા જાણ કરી દેશે. એક આવેલ છે.આ મોડ્યુલ ની મદદ થી એસ.એમ.એસ મ.ન.પા. ને મળશે. અને આ પ્રોજેક્ટ મા બેટરી લગાવી હોવાથી આ ડબ્બો કોઈ પણ જ્ગ્યા એ સરળતા થી લગાવી શકાય છે.આ સ્માર્ટ ડસ્ટબિન બેટરી દ્વારા સંચાલિત છે.વિદ્યાર્થીઓએ 2 હજારની કિંમતમાં આ સિસ્ટમ વિકસાવી છે.

સૂકો, ભીનો કચરો સેન્સ કરવા ફિચર એડ કરીશું
આ અંગે વીજીઈસીના પ્રોફેસર નીરવ મહેતાએ કહ્યું કે, હાલ અમે વિદ્યાર્થીઓ સાથે મળીને કચરાપેટીમાં નાખવામાં આવતો કચરો સૂકો છે કે ભીનો આ વસ્તુને સેન્સ કરીને જાતે જ અલગ કરી આપે તેવી ટેક્નોલોજી પર રિસર્ચ કરી રહ્યા છીએ જેમાં અમને ટૂંક સમયમાં જ સફળતા મળી જશે.

અન્ય સમાચારો પણ છે...