તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રૂડઓઇલમાં મંદી અટકી, 5 ટકા વધી 26 ડોલર ક્રોસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ક્રૂડઓઇલમાં સાઉદી અરેબિયાના દૈનિક નિવેદનના આધારે ભાવ બે તરફી મૂવમેન્ટ દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ ઘટી 22 ડોલરની સપાટી સુધી સરક્યાં બાદ આજે 5 ટકાના સુધારા સાથે 26 ડોલરની સપાટી કુદાવી 26.05 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે ડબલ્યુટીઆઇ ક્રૂડ વધી 22.38 ડોલર ક્વોટ થતું હતું. સાઉદી અરેબિયાએ તેની બેઝ કિંમતમાં ધરખમ ઘટાડો કર્યા બાદ 31 માર્ચના રોજ તેમની ઉત્પાદન કાપની મુદત પૂરી થઇ રહી છે ત્યારે ઉત્પાદન વધારવા મુદ્દે સતત નવી ધમકીઓ આપી રહ્યાં છે. અત્યારે સાઉદીમાં દૈનિક ધોરણે 9.3 મિલિયન બેરલ પ્રતિ દિવસના ધોરણે ઉત્પાદન થઇ રહ્યું છે જે વધારીને 12 મિલિયન બેરલ પ્રતિ દિવસ લઇ જવાનું દર્શાવી
રહ્યાં છે. હાલ બેધારી મૂવમેન્ટ રહેશે.

અન્ય સમાચારો પણ છે...