ક્રૂડ 10 દિ’માં 10 ડોલર વધી 62 ડોલર ક્રોસ

ઇરાને ક્રૂડની નિકાસમાં કાપ મુકતા તેમજ ઓપેકના ઉત્પાદન કાપથી, ટ્રડવોર હલ થવા આશાવાદે

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 02:46 AM
Ahmedabad News - crude dips 10 in 10days crosses 62 024655
કોમોડોટી રિપોર્ટર| અમદાવાદ|ક્રૂડઓઇલમાં વન-વે તેજીની ચાલ જોવા મળી છે. અમેરિકાએ ઇરાન પાસેથી ક્રૂડ ખરીદીના મુકેલા પ્રતિબંધના કારણે ઇરાને નિકાસ ઘટાડતા, ઓપેકના ઉત્પાદન કાપ અને ટ્રેડવોરનો મુદ્દો હલ થશે અને ચીનની માગમાં ઝડપી વૃદ્ધિ થશે તેવા અહેવાલે ક્રૂડ વર્ષના પ્રારંભમાં જ સરેરાશ 13 ટકા સુધી એટલે કે 10 દિવસમાં 10 ડોલર ઉંચકાઇ 62 ડોલરની સપાટી કુદાવી ચૂક્યું છે. ક્રૂડની તેજી સાથે પેટ્રોલ-ડિઝલમાં પણ લિટર દીઠ સરેરાશ બે રૂપિયા વધ્યા છે.

ક્રૂડ વર્ષના પ્રારંભથી 13 ટકા ઉંચકાયું : પેટ્રોલ-ડિઝલ લિટર દીઠ બે સુધી વધ્યા : ફુગાવો વધવા અંદાજ

ઓપેક દેશોની બેઠકમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદન કાપનો નિર્ણય હાલની એકતરફી તેજી જોતા ડિસ્કાઉન્ટ થઇ ચૂક્યો છે. 2018માં ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ટોપ બન્યા બાદ ડિસેમ્બર માસના અંતીમ સપ્તાહમાં સરેરાશ 40 ટકા ઘટી 50 ડોલર અંદર પહોંચ્યુ હતું પરંતુ નવા વર્ષના પ્રારંભથી એક તરફી ઉંચકાઇ બ્રેન્ટ ક્રૂડ અત્યારે 62 ડોલરની સપાટી કુદાવી 62.15 અને ડબલ્યુટીઆઇ 53 ડોલરની સપાટી કુદાવી 53.10 ડોલર આસપાસ ક્વોટ થવા લાગ્યું છે. ઓપેક-નોન ઓપેક ઉત્પાદક ખાસ કરીને રશિયાએ 12 લાખ બેરલ પ્રતિ દિવસ ઉત્પાદનમાં કાપ મુકવા સાથે સંમત થયા છે. ઓપેક અને અન્ય દેશો જે વૈશ્વિક ઉત્પાદનના લગભગ અડધો હિસ્સો ધરાવે છેે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો અંત આવશે તેવા અહેવાલો છે પરંતુ હજુ સુધી કોઇ જ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત ચીન અને અમેરિકાની ઇકોનોમિમાં નેગેટિવ ગ્રોથ જણાઇ રહ્યો છે છતાં ક્રૂડમાં તોફાની તેજી જળવાઇ રહી છે. એનાલિસ્ટો 2019 મધ્ય સુધીમાં ક્રૂડની કિંમત 60-70 ડોલરની રેન્જમાં રહેશે તેવો સંકેત દર્શાવ્યો છે. આગામી સમયમાં અમેરિકામાં સપ્લાય પુરો પાડતા અને ઓઇલ ડ્રિલિંગમાં વધારો થવાના કારણે ભાવ પર દબાણ રહી શકે છે. તેમજ અમેરિકામાં ક્રૂડ ઇનવેન્ટરી રેશિયો કેવો રહે છે તેના પર પણ આધાર રહેલો છે.

ક્રૂડની તેજી અને કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાની નબળાઇના કારણે દેશમાં આગામી સમયમાં ક્રૂડનું આયાત બીલ ફરી વધી શકે છે. આ ઉપરાંત ક્રૂડની તેજી પાછળ પેટ્રોલ-ડિઝલ પણ સતત ધીમી ગતીએ વધી રહ્યાં છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ-ડિઝલમાં પણ સરેરાશ લિટર દીઠ બે રૂપિયા વધ્યા છે અને હજુ બે રૂપિયા વધે તેવો અંદાજ છે. ઇંધણ મોઘું થવાના કારણે આગામી સમયમાં ફુગાવો પણ વધે તેવો અંદાજ નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે.

મલેશિયામાં પામતેલનો સ્ટોક 7 ટકા વધ્યો

પામતેલના ઉત્પાદક મથક મલેશિયામાં પામતેલનો સ્ટોક છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો છે. ડિસેમ્બરમાં સ્ટોક 6.9 ટકા વધીને 3.22 મિલિયન ટનની રેકોર્ડ સપાટી પર પહોંચ્યો છે જે નવેમ્બર માસમાં 3.01 મિલિયન ટન રહ્યો હતો તેવો નિર્દેશ મલેશિયાન પામ ઓઇલ બોર્ડના અહેવાલમાં દર્શાવાયો છે. ક્રૂડ પામતેલનો સ્ટોક અગાઉના માસમાં 1.79 મિલિયન ટનથી 8.4 ટકા વધી 1.94 મિલિયન ટન રહ્યો છે. પ્રોસેસ્ડ પામતેલનો સ્ટોક 4.73 ટકા વધીને 1.27 મિલિયન ટન રહ્યો છે જે અગાઉના મહિનામાં 1.22 મિલિયન ટન રહ્યો હતો. જોકે સીપીઓનું ઉત્પાદન ડિસેમ્બરમાં 2.02% ઘટીને 1.81 મિલિયન ટન થયું હતું. પામકર્નલનું ઉત્પાદન નવેમ્બ6ર માસના 451724 ટન સામે 1.15 ટકા ઘટી 446528 ટન નોંધાયું છે. પામતેલની નિકાસ ડિસેમ્બરમાં 0.57 ટકા વધીને 1.383 મિલિયન ટન રહી છે જે નવેમ્બરમાં 1.375 મિલિયન ટન રહી હતી. આગામી સમયમાં મલેશિયામાં ઉત્પાદન કેવું રહે છે અને વૈશ્વિક માગ કેવી રહે છે તેના પર આધાર રહેલો છે. જોકે, ભારતે ડ્યૂટી ઘટાડતા આયાત દેશમાં ફરી વધી શકે છે.

X
Ahmedabad News - crude dips 10 in 10days crosses 62 024655
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App