તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રૂડ ત્રણ માસમાં 33 ટકા વધી 71 ડોલર ક્રોસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ | | ક્રૂડઓઇલમાં વન-વે તેજી જોવા મળી છે. અમેરિકા દ્વારા ઇરાન અને ત્યારબાદ વેનેઝુએલા પરના પ્રતિબંધો ઉપરાંત લિબિયા દ્વારા પુરવઠો ખોરવાશે તેવા અહેવાલ અને ઓપેક દેશો દ્વારા ઉત્પાદન કાપ જુન મહિના સુધી લંબાવાના અહેવાલે ઝડપી તેજી આવી છે. બ્રેન્ટ ક્રૂડ 2019 ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા ત્રણ માસમાં ઝડપી 33 ટકા સુધી વધીને બ્રેન્ટ ક્રૂડ 71.34 ડોલર બોલાય ગયું છે. અમેરિકા ઇરાન પર વધુ પ્રતિબંધો વિચારણા કરી રહ્યું છે અને વેનેઝુએલાના નિકાસના મુખ્ય ટર્મિનલને ઓપરેશનલ કામગીરી અટકાવી દેવામાં આવી છે. ડબલ્યુટીઆઇ ક્રૂડ ઉંચકાઇ 64.58 ડોલર બોલાઇ ગયું છે.

2019 સુધીમાં ક્રૂડ ઉંચકાઇ 78 ડોલર પહોંચી શકે, ચૂંટણીના કારણે પેટ્રોલ-ડિઝલની કિંમત કાબુમાં
ઓપેક દ્વારા ક્રૂડનો સપ્લાય માર્ચમાં ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે અને વિશ્વની સૌથી મોટા અર્થતંત્રો, અમેરિકા અને ચાઇનામાંથી હકારાત્મક ટ્રેડ ડેટા ના કારણે ક્રૂડમાં તેજી લંબાઇ રહી છે. ચીનમાં ફેક્ટરી પ્રવૃત્તિ માર્ચમાં ચાર મહિનામાં પહેલીવાર વધી હતી. અમેરિકા ઈરાન પરના પ્રતિબંધો પર વિચારણા કરી રહી છે તેમજ અગાઉ અમેરિકાએ આઠ દેશોને ઇરાનથી આયાતકારોના જૂથમાં મંજૂરી નહિ આપે તેવા સંકેતો છે. વેનેઝુએલાના ક્રૂડ નિકાસના ટર્મિનલમાં વીજ પુરવઠાના કારણે કામગીરી અટકાવી છે જેના કારણે પુરવઠા પર અસર પડી છે. લિબિયા યુરોપનું મુખ્ય સપ્લાયર છે માર્ચ માસમાં ક્રૂડનું 11 લાખ બેરલ પ્રતિ દિવસનું ઉત્પાદન રહ્યું હતું જે છેલ્લા કેટલાક સમયથી ખોરવાયું છે.

અમેરિકાનો વેનેઝુએલા પરનો પ્રતિબંધ તેમજ ઓપેક દેશો દ્વારા જુન માસ સુધી ઉત્પાદનમાં કાપ ચાલુ રાખવામાં આવશે જેના કારણે વૈશ્વિક સ્તરે પુરવઠો ખોરવાશે તેવા નિર્દેશથી બ્રેન્ટ ક્રૂડ વધીને 78 ડોલર સુધી પહોંચી શકે તેવો નિર્દેશ એનાલિસ્ટો કરી રહ્યાં છે.

ક્રૂડની તેજી સાથે-સાથે કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહે છે તેના પર પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધઘટ જોવાશે. દેશમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન નવ વર્ષના તળિયે પહોંચ્યું છે જેના કારણે ભારતે આયાત પર વધુ આધાર રાખવો પડશે. બ્રેન્ટ ક્રૂડ ઉંચકાઇ 78 ડોલર સુધી પહોંચે અને ડોલર સામે રૂપિયો વધુ નબળો પડે તો પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઝડપી સુધારો આવશે.

ચૂંટણીલક્ષી ઇફેક્ટ : ક્રૂડ વર્ષની ટોચે છતાં પેટ્રોલ-ડિઝલ ઘટ્યાં
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પેટ્રોલ-ડિઝલની કિંમતો પર સરકારની પક્કડ રહી છે. એક તરફ સરકાર એવુ કહે છે કે કિંમત પર અમારૂ કોઇ નિયંત્રણ નથી. પરંતુ ક્રૂડ વર્ષની ઉંચી સપાટી પર બોલાયું હોવા સાથે રૂપિયો ઘટવા છતાં દિલ્હી ખાતે પેટ્રોલ-ડિઝલની કિંમત વધવાના બદલે પાંચ પૈસા ઘટી છે. ક્રૂડ કેલેન્ડર વર્ષમાં 33 ટકા સુધી વધ્યું છે પરંતુ તેની સામે પેટ્રોલ-ડિઝલની કિંમત માત્ર 6 ટકા સુધી જ વધી છે.

ચૂંટણી પૂર્ણ થતા પેટ્રોલ-ડિઝલ મોંઘા થશે
લોકસભાની ચૂંટણીના કારણે પેટ્રોલ-ડિઝલની કિંમત પર દબાવ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઉંચકાઇ આગામી સમયમાં 78 ડોલર સુધી જશે તેવા નિષ્ણાતોના અહેવાલો અને રૂપિયો તૂટીને ફરી 71-72ની સપાટી પર પહોંચતા પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઝડપી સુધારો આવી સકે છે. નિષ્ણાતોના મતે પેટ્રોલ-ડિઝલ ચૂંટણી બાદ ઝડપી લિટર દીઠ 2-3 વધી શકે છે. પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો અટકાવી દેવામાં આવ્યો હોવાથી ઓઇલ કંપનીઓને અત્યારે નુકશાની થઇ છે.

પેટ્રોલ-ડિઝલ કરતા ક્રૂડ 5 ગણું વધ્યું
વિગત 1-1-19 9-4-19 તફાવત

ક્રૂડ 53.80 71.30 32.53

પેટ્રોલ 68.65 72.80 6.04

ડિઝલ 62.66 66.11 5.50

(નોંઘ: પેટ્રોલ-ડિઝલની કિંમત દિલ્હીની)

અન્ય સમાચારો પણ છે...