FBમાં બોગસ આઇડી બનાવી પરિણીતાને બદનામ કરનાર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેસબુક પર નકલી આઇડી બનાવી પરિણીતાનો ફોટો અપલોડ કરી બદનામ કરનાર એકતરફી પ્રેમી 20 વર્ષીય પૃથ્વી વાઘેલાની સાઈબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સાઈબર સેલના પીઆઇ વી.બી.બારડે જણાવ્યું હતું કે, અસારવામાં રહેતી યુવતીનાં લગ્ન થયેલાં છે. અને તે કોઇ મોબાઇલનો ઉપયોગ કરતી નથી. તેમ છતાં તેના નામનું ફેસબુક પર બોગસ આઇડી બનાવી તેના ફોટા અપલોડ કર્યા હતાં. આ અંગે તેના પતિને ખબર પડતાં સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા પરિણીતાનું ફેક આઇડી બનાવી ફોટો અપલોડ કરનાર ગાંધીનગરની સે-24માં માં રહેતા 20 વર્ષીય પૃથ્વી વાઘેલા જણાતા તેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યુંં કે, પરિણીતા કુંવારી હતી ત્યારે તેની બાજુની સોસાયટીમાં પૃથ્વી રહેતો હતો. અને તેને એકતરફી પ્રેમ કરતો હતો. આથી તેને બદનામ કરવા માટે બોગસ આઇડી બનાવ્યુ્ં હતું.

અન્ય સમાચારો પણ છે...