તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Corona Does Not Spread By Touching Newspaper Milk Packet Or Doorbell Doctors 055106

અખબાર, દૂધના પેકેટ અથવા ડોરબેલને સ્પર્શવાથી કોરોના ફેલાતો નથી : ડોક્ટરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અેઇમ્સ ડોક્ટરોના જણાવ્યા મુજબ, આ વાઈરસ દૂધનાં પેકેટ, ડોરબેલ અને અખબાર જેવી વસ્તુથી નહિ માત્ર માણસથી જ ફેલાય છે. હજુ સુધી દેશમાં અેવી સ્થિતિ પેદા નથી થઇ કે દરેક વસ્તુ પર કોરોનાનો વાઈરસ હોય. અેટલા માટે કારણ વિના ભ્રમ ઊભો થાય તેવી સ્થિતિ પેદા ન કરો. આ વાઈરસ ઇન્ફેક્શનગ્રસ્ત વ્યક્તિની છીંક અને ખાંસી ખાવાથી ફેલાય છે, માટે ઇન્ફેક્શનગ્રસ્ત વ્યક્તિથી અંતર બનાવવાની જરૂર છે. આવી વ્યક્તિની છીંક અને ખાંસીથી ફેલાતા ડ્રોપલેટ્સનાં સંપર્કમાં આવવાથી બચવું જોઇઅે. તેમજ તમારા હાથ વારંવાર સાબુના પાણી કે સેનિટાઇઝરથી ધોવા જોઇઅે.

કોરોનાથી બચાવ પર ધ્યાન આપવાનો અર્થ અે છે કે, અફવાઅો પર ધ્યાન ન આપે, અને વાઈરસ પર અત્યાર સુધી થયેલી સ્ટડી મુજબ, સોફ્ટ સરફેસ પર ચારથી નવ દિવસ સુધી જ રહી શકે છે. જે તે વાત પર નિર્ભર કરે છે કે ત્યાંનું તાપમાન અને ભેજનું પ્રમાણ કેટલું છે. આ વાઈરસ ચારથી 10 કલાક સુધી જ જીવતો રહી શકે છે. અેટલા માટે વારંવાર હાથ ધોવાની જરૂર છે. ડોક્ટરે જણાવ્યું કે, સામાન્ય માણસ અેક કલાકમાં અોછામાં અોછો 23થી 25 વાર ચહેરાને અડકે છે. આ કારણથી જ વાઈરસને રોકવા માટે હાથની સફાઇ સૌથી વધુ મહત્ત્વની છે.

કોરોના અંગે ફેલાયેલી અફવાઓએ વાતાવરણ ડહોળ્યું છે. દૂધના પેકેટ, અખબાર કે ડોરબેલ કોરોના ફેલાવતા હોવાની અફવા પાયાવિહીન છે. એઈમ્સના ડોક્ટરોના જણાવ્યા મુજબ કોરોના અખબાર વાંચવાથી ફેલાતો નથી. આ ચેપ માણસમાંથી માણસમાં ફેલાય છે. લોકોએ હાથ સતત ધોઈ સ્વચ્છતા જાળવવાની જરૂર છે.
અન્ય સમાચારો પણ છે...