તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Controversy With Notice To Ayurvedic Physicians Instead Of Bogus 055045

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસના બદલે આયુર્વેદિક તબીબોને નોટિસથી વિવાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોગસ ડોક્ટરોની પાછળ પડેલા મ્યુનિ. આરોગ્ય તંત્રે આયુર્વેદિક તબીબોને પણ બોગસ ડોક્ટર તરીકે પગલા કેમ ન લેવા તેવી નોટિસ પાઠવી દેતા વિવાદ ઊભો થયો છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને સ્પષ્ટતા કરી કે, આ નોટિસ ભૂલથી અપાઈ છે. બીએએમએસ તબીબોને નોટિસ ન આપવા તંત્રને સૂચના અપાઈ છે. પૂર્વ ઝોનના 5 અને ઉત્તર ઝોનના 12 જેટલા આયુર્વેદિક તબીબોને મ્યુનિ.ના આરોગ્ય વિભાગે બોગસ તબીબની નોટિસ આપતાં મોટો વિવાદ ઊભો થયો છે. ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસીનના પ્રમુખ ડો. હસમુખ સોની અને ડો. અમીત નાયકે આ મામલે પુર્વ અને ઉત્તર ઝોનના આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે. ત્યારબાદ અધિકારીએ સ્વીકાર્યું કે, તેમને ખોટી રીતે નોટિસ અપાઈ છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે નોટિસનો જવાબ આપવો પડશે.

ભૂલથી નોટિસ અપાઈ: સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો