તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Congress39s Postpone Closure Today Considering The Country39s Position 024648

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશની સ્થિતિને જોતાં કોંગ્રેસની આજે મળનારી કારોબારી મોકૂફ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાં અઘોષિત યુદ્ધ જેવી સ્થિતિને કારણે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની અમદાવાદમાં 28 ફેબ્રુઆરીએ સવારે 10 કલાકે યોજાનારી બેઠક મોકૂફ રાખી હોવાની સત્તાવાર જાહેરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણજીત સૂરજેવાલે કરી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 4 અને 5 માર્ચનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ યથાવત્ છે.

કોંગ્રેસની કાર્યકારિણી સાથે સવારે 9 કલાકે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા અને શહીદ સ્મારક પર પુષ્પાંજલિ કાર્યક્રમ ઉપરાંત અમદાવાદ પાસેના અડાલજ ખાતે બપોરે એક કલાકે જનસંકલ્પ સભા રાખવામાં આવી હતી. વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના ગુરુવારે યોજાનારા તમામ કાર્યક્રમો હાલ મોકૂફ રાખવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સરહદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી રૂપાણી જોડે ચર્ચા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વર્તમાન સ્થિતિ અને સલામતી અંગે ચર્ચા કરી હતી. આગામી 4 અને 5 માર્ચના વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના કાર્યક્રમો યથાવત્ છે. પાકિસ્તાન સાથે તંગ સ્થિતિને પગલે સરહદી રાજ્ય તરીકે ગુજરાતમાં પણ એલર્ટના આદેશ અપાયા છે તેની પણ ચર્ચા કરી હતી. રૂપાણીએ પાકિસ્તાનમાં જઇને એરસ્ટ્રાઇક કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડિયન એરફોર્સને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો