તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોમતીપુર મેટ્રો સ્ટેશનમાંથી કમ્પ્યૂટરની ચોરી કરનારો ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોમતીપુર મેટ્રો રેલવેમાંથી બુધવારે થયેલી કમ્પ્યૂટરની ચોરી કરનારની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી તેની પાસેથી કમ્પ્યૂટર સહિત રૂ. 1.49 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બુધવારે ડેપ્યુટી મેનેજર શક્તિ પટણીએ મેટ્રો રેલવે સ્ટેશનમાંથી 3 કમ્પ્યૂટરની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને સુખરામનગર ખાતે રહેતો યોગેન્દ્ર ઉર્ફે અક્ષય પ્રહલાદભાઇ મકવાણાએ ચોરી કરી હોવાની બાતમી મળી હતી. જેથી તેને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ તેના ઘરેથી જપ્ત કર્યો હતો. આરોપી તે મુદ્દામાલ વેચવા જવાનો છે. તેના ઘરેથી 5 ડેલ કંપનીના મોનિટર, 3 ડેલ કંપનીના સીપીયુ, 1 એલજી કંપનીનું સીપીયુ, 5 કી બોર્ડ, 4 માઉસ સહિતનો મુદ્દામાલ કબજે કરી હતી. તેમજ પોલીસે આરોપી યોગેન્દ્ર મકવાણાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...