તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી કમુરતાં પૂરાં, માંગલિક કાર્યો શરૂ, આ મહિને જ લગ્નનાં 7 મુહૂર્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે ઉત્તરાયણની સાથે જ કમુરતાં પૂરાં થશે અને તેની સાથે જ માંગલિક કાર્યો શરૂ થશે. ખાસ તો આ મહિને જ લગ્નનાં સાત મુહૂર્ત છે તેમ જ્યોતિષી આશિષ રાવલ જણાવે છે. જ્યારે મકરસંક્રાંતિએ પરમપુણ્ય કાળમાં પુ્ણ્યનો મહિમા જણાવતા જ્યોતિષી ચેતન પટેલે કહ્યું કે, આજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ રાત્રે 2.09 વાગ્યે થશે. 15 જાન્યુઆરીએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના કાળને પરમ પુણ્યકાળ ગણવામાં આવશે. પુણ્યકાળમાં કરેલા પુણ્યથી અન્ય દિવસોની તુલનાએ સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો દરેક રાશિના જાતકોને ચંદ્ર રાશિથી આ મહિનો કેવો રહેશે તે અંગે જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટે જણાવ્યું કે, આવનારો સમય મોટા ભાગની રાશિના જાતકો માટે શુભ પરિવર્તન લાવશે.

જ્યોતિષીના મતે જાણો, રાશિ પ્રમાણે આ મહિનો કેવો રહેશે અને ગ્રહદોષ નિવારવા શું દાન કરવું
મેષ | લાંબા સમયથી જે કામ કરવાનું વિચારો છો, તે આ સમયગાળામાં ઝડપી પૂર્ણ થશે. સરકારી કચેરીથી શુભ સમાચાર મળે. દાન કરવું: મસૂરની દાળ,ગોળ

વૃષભ | વેપાર-વ્યવસાયમાં ઉન્નતિ ખૂબ જ સારી થશે. સંતાનોને નોકરી-ધંધાના ક્ષેત્રે શુભ તક મળી રહે. દાન કરવું: ચોખા અને તલના લાડુ

મિથુન | વાદ-વિવાદ ન થાય માટે સંભાળવું. નવા તેમ જ જોખમી કાર્યો ટાળવાનો પ્રયાસ કરવો. દાન કરવું: મગ અને ગોળ

કર્ક | ભૂતકાળની વાતો વારંવાર વિચારમાં આવ્યા કરે. નોકરી-ધંધામાં શુભ પરિવર્તન આવે. દાન કરવું: ગાયોને ઘાસચારો આપવો.

સિંહ | જોખમી કાર્યો ટાળવાનો પ્રયાસ કરવો. વિદ્યાર્થીઓને લાભ થશે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. દાન કરવું: ઘઉં, તલનું દાન.

કન્યા | વાત વિચારને રજૂ કરવી. ભવિષ્ય અંગે સામાન્ય મૂંઝવણ રહી શકે. આરોગ્ય સાચવવું. દાન કરવું: મગ

તુલા | પરેશાનીમાં વધારો થઈ શકે. આ મહિને જૂના રોગોમાંથી રાહત મળી શકે. દાન કરવું: ચોખા, પૈસા.

વૃશ્ચિક | નવાં કાર્યો કરવાનો અવસર મળશે. માન-સન્માન અને પ્રસિદ્ધિમાં વૃદ્ધિ થશે. નવા સંપર્કોથી નવો ધંધો થશે. દાન કરવું: મસૂરની દાળ, તાંબાનું પાત્ર

ધન | મનોવ્યથા દૂર રહેશે. આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું. વિદ્યાર્થીઓ માટે લાભકારી સમયગાળો. દાન કરવું: ચણા, ચણા દાળ કે કઠોળ.

મકર | વેપાર અને વ્યવસાયમાં નુકસાની મોટી આવી શકે. પરિવારમાં માંગલિક પ્રસંગો આવે. દાન કરવું: તલનું તેલ, જૂનાં વસ્ત્ર, ગરમ ધાબળા

કુંભ | રોકાણથી નુકસાની આવી શકે. સંતાનના આરોગ્ય અંગે ચિંતા રખાવે. દાન કરવું: તલની લાડુડી, ગોળ લોખંડના વાસણ

મીન | વેપાર અને વ્યવસાયમાં જૂની ઉઘરાણી આવવાથી લાભ થશે. સંબંધીઓ અને સહયોગીઓ પાસેથી મદદ પ્રાપ્ત થશે. દાન કરવું: ચણા, ચણા દાળ, રેશમી વસ્ત્ર

આ વર્ષનાં લગ્નનાં મુહૂર્ત
સૂર્યદેવની ઉપાસના સાથે આ મંત્રનો જાપ સમૃદ્ધિ અપાવશે
મકરસંક્રાંતિએ સૂર્ય દેવને અર્ધ્ય આપી ગાયત્રી મંત્ર કે ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ મંત્ર જાપ કરી સૂર્યની ઉપાસનાથી બળ, બુદ્ધિ અને તેજ મળે છે. મહાદેવજી કે વિષ્ણુની આરાધનાથી સુખ,શાંતિ, ઐશ્વર્ય મળે છે.

જાન્યુઆરી | 15થી 18, 20, 29, 30, 31

ફેબ્રુઆરી | 3થી 5, 9થી 18, 20, 25, 26, 27

માર્ચ | 1થી 3, 7થી 13

એપ્રિલ | 14, 15, 20, 25, 26, 27

મે | 1થી 8, 10, 12, 17થી 19, 23, 24, 29

જૂન | 13, 14, 15, 25થી 28, 30

નવેમ્બર | 26, 30

ડિસેમ્બર | 1, 2, 6, 7, 8, 9, 11

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો