તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Complaint Of Not Showing In Frc Taking Additional Fee In The Name Of The School Trust 024555

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલો ટ્રસ્ટના નામે વધારાની ફી લઈ FRCમાં ન દર્શાવતી હોવાનો આક્ષેપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

વાલી મંડળનો આક્ષેપ છે કે સ્કૂલો વિવિધ ટ્રસ્ટમાં વાલીઓને અલગથી પૈસા જમા કરાવવાની સૂચના આપે છે. પરંતુ સ્કૂલોએ આ રકમ અંગેની માહિતી એફઆરસી સમક્ષ રજૂ કરી નથી. પરિણામે એફઆરસીએ સ્કૂલ સાથે જોડાયેલ તમામ ટ્રસ્ટોની પણ માહિતી માગવી જોઇએ.

પેરેન્ટ્સ એકતા મંચના ઉપપ્રમુખ પ્રકાશ કાપડિયાએ જણાવ્યું હતું કે, સરકારે જ્યારે ફી નિયમનો કાયદો લાગુ કર્યો ત્યારે વિવિધ સ્કૂલોએ પોતાના નહીં પરંતુ અન્ય ટ્રસ્ટોમાં વાલીઓને વધારાની ફી જમા કરવા જણાવ્યું હતું. પરંતુ એકત્ર થયેલી ફીનો હિસાબ એફઆરસીમાં રજૂ કર્યો નથી.

એફઆરસીએ સ્કૂલો પાસેથી માહિતી લેવી જોઇએ. સાથે સ્કૂલ અને વિવિધ સંસ્થા વચ્ચે થયેલા વ્યવહારોની ચકાસણી કરવી જોઇએ.

ફીના કોર્ટ કેસ લડવા સરકારે 48 લાખ ચૂકવ્યા
હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં ફી નિયમનના કેસ લડવા વકીલોને કુલ 48 લાખની ફી ચૂકવી હોવાનું વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું છે. સૌથી વધુ 13.49 લાખની ફી હાઇકોર્ટમાં કેસ માટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને ચૂકવાઇ છે. એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશ જાનીને 12.66 લાખ, મુખ્ય સરકારી વકીલ મનીષા એલ. શાહને 5.02 લાખ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટના કેસ માટે સિનિયર એડવોકેટ સી.આર્યમા સુન્દરમને 8.25 લાખ, એડિશનલ સોલિસીટર જનરલ તુષાર મહેતાને 4 લાખ અને મુખ્ય સરકારી વકીલ 5.25 લાખ ફી પેટે ચૂકવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો