તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારી નાખવાની ધમકી આપતા યુવક સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીતામંદિરમાં ઘરથી ઝઘડો કરીને આવેલા એક યુવક તેના બ્લોકમાં જ રહેતા અેક યુવાન તથા તેના પિતા સાથે મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાની વિગત એવી છે કે, ગીતામંદિરની બાલમુકુંદ સોસાયટીમાં રહેતા વિપુલ પરમાર ગત શનિવારે રાત્રે ઘરે આવતા હતા ત્યારે તેમની સોસાયટીમાં રહેતો પિનાકીન ઉર્ફે પિન્ટુ દિનેશભાઈ સોલંકી જે પોતાના ઘરે બોલાચાલી કરી ઘરની બહાર આવતો હતો. અને વિપુલભાઈ તેમની સામેથી થયા ત્યારે પિનાકીન તેમને ગાળો બોલવા લાગ્યો હતો.વિપુલભાઈએ ગાળો બોલવાની ના પાડતા પિનાકીન તેમને માર મારવા લાગ્યો. તે જ સમયે વિપુલભાઈના પિતા કનુભાઈ ત્યાં પહોંચ્યા અને માર મારવાની ના પાડતા પિનાકીને કનુભાઈને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...