• Gujarati News
  • National
  • Ahmedabad News Complaint Against 10 Interest Bearing Collectors Who Took Out Rickshaws In Nicolas 054520

નિકોલમાં રિક્ષા ઝૂંટવી ઉઘરાણી કરતા 10 વ્યાજખોરો સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિકોલમાં વ્યાજખોરોને રિક્ષાચાલકે મૂળ રકમ તો ચૂકવી દીધી છતાં વ્યાજખોરોએ વધુ વ્યાજ વસૂલી લીધું હોવા છતાં ત્રાસ આપતા તેમજ રિક્ષાચાલકની રિક્ષા છીનવી માર મારતા 10 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે.

ઓઢવના લીલાનગર ખાતે રહેતા ચિંતન બ્રહ્મક્ષત્રિયે નિકોલ પોલીસમાં 10 વ્યાજખોરો સામે માર મારી રિક્ષા છીનવી લઇ ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. પત્નીની સારવાર માટે તેમણે હરેશ ઠાકોર, સોમા રબારી સહિતના લોકો પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. આ વ્યાજખોરો પૈસાની ઉઘરાણી તેમજ પેનલ્ટી લગાવતા હોવાથી તેમનું વ્યાજ ચૂકવવા માટે પણ તેમણે ફરી વ્યાજે પૈસા લીધા હતા. અચાનક વ્યાજખોરોએ 10 ટકા વ્યાજ વસૂલવાનુ શરૂ કર્યું અને પેનલ્ટી પણ લગાવતા હતા. તેમજ ઘરે આવી ધમકી આપતા હતા. 4 મેએ ચિંતન મુસાફરોને ઉતારવા જઇ રહ્યો હતો. ત્યારે નિકોલ હનુમાન મંદિર પાસેે હસમુખ આહિર નામના વ્યાજખોરે ચિંતનને માર મારી રિક્ષા લઈ લીધી હતી.નિકોલ પોલીસે હસમુખ આહિર, હરેશ ઠાકોર, સોમા રબારી, બળદેવ રબારી, અરવિંદસિંહ, સંદીપ, રવિ રબારી, નારાયણ રબારી, સચીન અને નિકુલ દેસાઇ નામના વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...