તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શારદામંદિર વિનયમંદિરને હરાવી C.N.ની ટીમ ફાઈનલમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટ અંડર-16ની(80-80 ઓવર) સેમિફાઈનલમાં શારદામંદિર વિનયમંદિરની ટીમને 6 વિકેટે હરાવી સી.એન. વિદ્યાલયની ટીમે ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. શારદામંદિર વિનયમંદિરની ટીમ પ્રથમ બેટિંગ કરતા 78.1 ઓવરમાં માત્ર 155 રન બનાવી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી.

શારદામંદિર વિનયમંદિર તરફથી આદર્શ યાદવ અને ગૌરાંગ મકવાણાએ સૌથી વધુ 27-27 રનની ઈનિંગ્સ રમી હતી. સી.એન. વિદ્યાલય તરફથી અકુલ પંચાલે 4, ધ્રૂવ બોરિચા અને યશ મિસ્ત્રીએ 2-2 વિકેટ ઝડપી હતી.

રન ચેઝ કરવા ઉતરેલી સી.એન. વિદ્યાલયે માત્ર 4 વિકેટના ભોગે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સી.એન. વિદ્યાલય તરફથી જતન પંડ્યાએ અણનમ 75 રનની શાનદાર ઈનિંગ્સ રમી ટીમને જીત અપાવી હતી. આ ઉપરાંત ટીમ તરફથી અને હેત માંકડે 38 રનની ઈનિંગ્સ રમી હતી. યશ મિસ્ત્રીએ પણ 29 રનની ઈનિંગ્સ રમી હતી.

શારદામંદિર વિનયમંદિર તરફથી ગુંજન ગોગારીએ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે ઈમાઈલ હેરી અને આદર્શ યાદવે પણ 1-1 વિકેટ ઝડપી હતી. સેમિફાઈનલ મેચમાં 4 વિકેટ ઝડપનારા સી.એન. વિદ્યાલયના અકુલ પંચાલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ક્રિકેટ ટૂર્નામેન્ટ
સિટી રિપોર્ટર . અમદાવાદ

અકુલ પંચાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો