• Gujarati News
  • National
  • Ahmedabad News City Players Champion In 10 Kilometer State Level Power Lifting Competition 054555

રાજયકક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં 10 કેટે.માં સિટીના ખેલાડીઓ ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીમાં પાવરલિફ્ટિંગ સ્પોર્ટ્સ એસોસીએશન(ગુજરાત) દ્વારા યોજાયેલી સબ જુનિયર અને માસ્ટર બોયસ અને ગર્લ્સ સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં અમદાવાદના ખેલાડીઓએ 10 વિવિધ કેટેગરીમાં જીત મેળવી છે. સબ જુનિયરની 53 કિલોની સ્પર્ધામાં સોલંકી આશિષે, 9 કિ.ગ્રા.ની સ્પર્ધામાં સોલંકી રાજ અને 66 કિ.ગ્રા.ની સ્પર્ધાં ગૌરવ પગારે વિજેતા બન્યો હતો. ગર્લ્સની 52 કિ.ગ્રા.ની કેટેગરીમાં સિટીની ઝલક દરજીએ ગોલ્ડ, 57 કિલોની કેટેગરીમાં પ્રિયંકા સૈની, 74 કિ.ગ્રા.ની કેટેગરીમાં વૈશાલી પટેલ, માસ્ટર 62 કિ.ગ્રા.માં જયાબેન પારેખ અને માસ્ટર 84 કિ.ગ્રા.ની કેટેગરીમાં બેલા રાવલ વિજેતા બની છે. માસ્ટર બોયસની 59 કિ.ગ્રા.ની કેટેગરીમાં પુરાણી પંકજ, 74 કિલોમાં ચંદ્રેશ ચુરાણા, 83 કિલોમાં ઉમંગ પટેલ, 93 કિલોમાં જાંગીડ મુકેશકુમાર, 105 કિલોમાં શાંતિલાલ સોલંકી અને દત્ત સૌરભ કુમાર વિજેતા બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...