બાળ લેખકો અને કવિઓ સન્માનિત થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠના અહિંસા સંશોધન ભવનમાં ગૂજરાત વિદ્યાપીઠ, ધર્મ જાગૃતિ કેન્દ્ર અને વૈશ્વિક ગુજરાતી સંગઠનના ઉપક્રમે બાળલેખકો અને કવિઓનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે મીનલ રણજીતભાઇ નકુમ, શિયાળ મહેશ રામભાઈ, ઓમ પટેલ, પરજ મોદી, અનુષ્કા પ્રજાપતિ, અન્ઝર અહેમદખાન બલોચ સહિતના લેખકો અને વાચકોનું સન્માન કરાયું હતું. બાળકોનો ઉત્સાહ વધારવા વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહ, રાજેન્દ્ર ખીમાણી, પ્રમોદભાઈ શાહ અને વૈશ્વિક ગુજરાતી સંગઠનનાં અનિતા તથા રમેશ તન્નાના ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લ્ખનીય છે કે, બાળ લેખકો અને કવિઓને પ્રોત્સાહન મળી રહે તે માટે આ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...