તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Child Labor Victim Dies In Lift The Commissioner Has Got The Report 024522

લિફ્ટમાં બાળ મજૂરના મોતનો પો. કમિશનર પાસે રિપોર્ટ મગાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | આનંદનગર સ્થિત હોટલ પ્લેટિનમ રેસિડન્સીમાં લિફ્ટમાં માથું આવી જવાના કારણે બાળ મજૂરનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલને સુઓમોટો ગણીને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ શ્રમ કમિશનર તથા શહેર પોલીસ કમિશનરને તપાસનો અહેવાલ સપ્તાહમાં રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

શ્રમ કમિશનરને પણ ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ તપાસ કરવા જણાવાયું
શ્રમ કમિશનરને ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ તપાસ કરવા જણાવ્યું છે. તેની સાથે જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીએ પણ સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. આનંદનગર વિસ્તારની પ્લેટિનમ રેસિડન્સી હોટેલમાં 13 વર્ષીય મેહુલ મીણા ( ઉં.વ.13) કામ કરતો હતો. ગુરુવારે તે લિફ્ટમાં જતો હતો ત્યારે માથુ છૂંદાઇ જવાના કારણે તેનુ મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે આનંદનગર પોલીસે હોટેલના માલિક અશોક દામાણી તથા મેનેજર રામચંદ્ર શર્મા સામે સાઅપરાધ મનુયવધ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અહેવાલ સોંપાયા બાદ કાર્યવાહી કરાશે
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું છે કે બાળ મજૂરના મૃત્યુ અંગેના સમાચાર અખબારોમાં શુક્રવારે પ્રસિદ્ધ થયા હતા. આ અહેવાલોને સુઓમોટો લઇને આયોગે શહેર પોલીસ કમિશનર પાસે તપાસ અહેવાલ માંગ્યો છે. તેની સાથે મૃતક બાળ મજૂર હોવા છતાં કામ પર રાખવા બદલ શ્રમ કમિશનરને બાળ પ્રોટેક્શન એક્ટ હેઠળ તપાસ કરીને રિપોર્ટ કરવા પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...