મધ્યપ્રદેશ, દિલ્હી, અને ઓડિશા હાઈકોર્ટમાં ગુજરાતી ચીફ જસ્ટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે વર્ષ સુધી દેશની અન્ય અદાલતોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ નહીંવત્ થયા બાદ આખરે હવે આજે દેશના 3 રાજ્યની અદાલતમાં ચીફ જસ્ટિસ તરીકે ગુજરાતી મૂળના જસ્ટિસ સ્થાન પામ્યા છે. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ ગુજરાતના જસ્ટિસ એમ.આર.શાહને પ્રતિનિધિત્વ મળ્યું છે. આજે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે અકિલ કુરેશી અને દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે ડી.એન. પટેલની નિમણૂક કરાઇ છે. ઓડિશા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ કે.એસ. ઝવેરીની નિમણૂક ઓગસ્ટ 2018માં કરવામાં આવી હતી. 7મી માર્ચ 2004ના રોજ એક જ દિવસે ગુજરાત ...અનુસંધાન પાના નં. 14હાઇકોર્ટમાં જસ્ટિસ તરીકે એપોઇન્ટ થયેલા 4 જસ્ટિસને આજે દેશના 3 રાજ્યની હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે અને એક જસ્ટિસ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિયુક્તિ પામ્યા છે. અગાઉ બે વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ જ ન હતું. જે અંગે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ઝારખંડમાં જસ્ટિસ તરીકે નિયુક્ત થયેલી જસ્ટિસ ડી.એમ. પટેલની દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થઇ છે. તેમજ મુંબઇ હાઇકોર્ટમાં નિયુક્ત થયેલા જસ્ટિસ અકીલ કુરેશીની મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ થઇ છે.

ગુજરાતને હજુ પણ અન્યાય: યતીન ઓઝા
આજે પણ સુપ્રીમ કોર્ટમાં 2006માં નિયુક્ત થયેલા કર્ણાટક હાઇકોર્ટના 3 જસ્ટિસ છે, મુંબઇ હાઇકોર્ટના 4 જસ્ટિસ સુપ્રીમમાં છે, દિલ્હી હાઇકોર્ટના 3 જસ્ટિસ સુપ્રીમમાં છે. સિનિયોરિટીને ધ્યાને લઇએ તો હાલ સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલા ગુજરાત બેઝના 3 ચીફ જસ્ટિસના નિર્ણયને અમે આવકારીએ છીએ. પણ હજુ પણ ગુજરાતને અન્યાય છે, અમારી અગાઉની લડત આ નિમણૂકોથી સફળ રહી છે.

અન્ય સમાચારો પણ છે...