તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેમ્કોમાં રોડ પર કેમિકલયુક્ત પાણી ફરી વળ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવતા મેમ્કો બ્રિજ નજીકના મોર્ડન એસ્ટેટ આસપાસ રવિવારે બપોરે કેમિકલના પાણી ડ્રેનેજ લાઇનમાંથી ઓવરફ્લો થવા લાગ્યું હતુ. જોતજોતામાં દુર્ગંધ મારતું પાણી રોડ પર ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. કેમિકલ કોઈ કંપની દ્વારા છોડવાની વાત મ્યુનિ. સત્તાધિશો સુધી પહોંચતા ટીમ દોડી આવી હતી.

તપાસ દરમિયાન ડ્રેનેજ લાઇનમાં બ્લોકેજ આવતા ઓવરફ્લો થવાથી કેમિકલ પાણી રોડ પર ફરી વળ્યાનું જાણવા મળ્યું હતું. આ અંગે ઉત્તર ઝોન ડીવાયએમસી કે. બી. ઠક્કરે જણાવ્યું હતું કે, કલાકોમાં જ ડ્રેનેજ લાઇનું બ્લોકેજ દૂર કરાતા પાણી ઓસરી ગયા હતા. કોઈ કંપનીએ કેમિકલ છોડ્યાની વાત ખોટી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...