તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Check The Police As Witness In Jamnagar39s Custodial Death Case 054505

જામનગરના કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસને પણ સાક્ષી તરીકે તપાસો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર નજીક જામજોધપુર ખાતે 1990માં થયેલા કસ્ટોડિયલ ડેથ કેસમાં સરકાર દ્વારા મહત્ત્વના સાક્ષીઓને જ તપાસવામાં ન આવ્યા હોવા અંગે સંજીવ ભટ્ટે હાઈકોર્ટમાં રિટ કરી છે, જેમાં પોલીસ અધિકારી ટી. એસ. બિસ્ટ, પી.પી. પાંડે અને એ.કે. સિંઘની પણ સાક્ષી તરીકે જુબાની લેવાવી જોઈએ તેવી માગ કરાઈ છે.

કેસ મુજબ, જામજોધપુરમાં 1990નાં તોફાનોના કેસમાં પોલીસે પ્રભુદાસ વૈષ્ણવી સહિત 134ની ધરપકડ કરી હતી. જામીન પર મુક્ત કર્યાના 10 દિવસ બાદ તેનું મોત થયું હતું. પોલીસ દ્વારા કરાયેલા અત્યાચારને કારણે તેનું મોત નિપજ્યું હોવાની રજૂઆત કરાઈ હતી. સીઆઇડી ક્રાઇમે તપાસ કરી જામનગર કોર્ટમાં આરોપી તરીકે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સહિત અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સંજીવ ભટ્ટના વકીલ પાર્થિવ ભટ્ટે કોર્ટમાં રજૂઆત કરી કે, સરકારે મહત્ત્વના પોલીસ સાક્ષીઓની જ તપાસ ન કરતા કેસને ગંભીર અસર પડી રહી છે. કોર્ટમાં વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...