તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ડસ્ટ્રીમાં આવતા ચેન્જ અપનાવી લેવા જોઈએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલ લેડિઝ વિંગ દ્વારા વુમન આંત્રપ્રિન્યોર્સે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા વુમન ઈકોનોમિક ફોર્મમાં પેનલ ટૉક કરી હતી. આ ઈકોનોમિક ફોર્મમાં 125 દેશોમાંથી કુલ 2000 વુમન આંત્રપ્રિન્યોર્સ ઉપસ્થિત રહી હતી. જેમાં ઈન્ડસ્ટ્રિઅલ રિવોલ્યુશન પર પેનલ ટૉક થઇ હતી. આ ટૉકમાં ઓલ લેડિઝ વિંગ અમદાવાદ ચેપ્ટરની 10 જેટલી વુમન આંત્રપ્રિન્યોર ઉપસ્થિત રહી હતી. જેમાંથી અમદાવદનાં આંત્રપ્રિન્યોર વૈશાલી ધોળકિયાએ વાત કરતાં જણાવ્યું કે, ‘ હવેની આવનારી રેવોલ્યુએશન રોબોટીક્ટની છે. તેમજ દરેક ઈન્ડસ્ટ્રી તેમજ સેક્ટરમાં આવતા બદલાવને અપનાવી લેવો જરૂરી છે. જેનાં કારણે ત્રણ વસ્તુનો બદલાવ આવી શકે છે. જેમ કે ક્રિટીકલ થિંન્કિગ, ક્રિએટીવીટી તેમજ કોમ્પલેક્સ પ્રોમ્બલેમ સોલ્વિંગ.’ આ સાથે ટોકમાં સોશિયલ મિડિયાની મદદથી કેવી રીતે બદલાવવો લાવી શકાય તે પર વાત કરાઈ હતી. તેમજ ફોર્મમાં ઉપસ્થિત સિટીની વુમન આંત્રપ્રિન્યોર્સ ભાવિની મહેતા, તેજલ વસાવડા, અર્પિતા વ્યાસ, હર્મિત કૌર, ઈશા મેનન, અદિતી રીદાણી, ચારૂ ધ્યાનિ અને સન્જવની પાટીલને આઈકોનિક વુમન એવોર્ડ એનાયત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...