સાવધાન! તમે PMOની નજરમાં છો: આરપીએફ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | જો તમે સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ કરશો તો તમારું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે અને તમારી સામે કાયદેસરની પગલાં પણ લઈ શકાય છે. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયામાં મોદી વિરુદ્ધ થતી ટિપ્પણી પર પીએમઓની નજર, કાનૂની પગલાં લેવાશે
અમદાવાદ સહિત દેશભરમાં કરોડો લોકો દ્વારા સોશિયલ મીડિયા પર લોકો વિશે ટીકા ટિપ્પણી કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ લોકો દ્વારા સમર્થનમાં કે વિરુદ્ધમાં અનેક પ્રકારની ટિપ્પણી કરવામાં આવે છે. લોકો દ્વારા તેમની સામે કેવી કેવી ટિપ્પણી કરવામાં આવે છે તે અંગે પીએમઓ દ્વારા સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેંકુ અને કૌભાંડી કહેવા બદલ અમદાવાદ ડિવિઝનના રેલવે કર્મચારી સામે પીએમઓની સૂચના મુજબ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિશે ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં 4 એપ્રિલે સમાચાર છપાયા હતા.

‘દિવ્ય ભાસ્કર’માં છપાયેલા આ સમાચારના ધ્યાનમાં રાખી અમદાવાદ ડિવિઝનમાં તમામ રેલવે કર્મચારીઓને સોશિયલ મીડિયામાં વડાપ્રધાન વિરુદ્ધ કોઈ પણ ટિપ્પણી ન કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે ડિવિઝનના સિનિયર ડીએસસીએ તેમની હદમાં આવતા આરપીએફનું તમામ પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિતમાં સૂચના આપી જણાવ્યું છે કે, જો કોઈ પણ આરપીએફ કર્મચારી સોશિયલ મીડિયામાં વડાપ્રધાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી ન કરે. જો કોઈ પણ કર્મચારી આ કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરતા પડાશે તો તેની સામે કાયદેસરની પગલાં લેવામાં આવશે.

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ સંજોગોમાં પીએમઓ દ્વારા સરકારી કર્મચારીઓ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ કર્મચારી સો. મીડિયામાં ટિપ્પણી કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...