તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારીગરે મિત્ર સાથે મળી ગોડાઉનમાંથી 13 એસી ચોરી લીધાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વટવાની ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા આનંદભાઇ તારંગે વટવા પોલીસ સ્ટેશનમાં તેમના કારીગર સિરાજ અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ મણિનગર જવાહરચોક ખાતે એર કંડિશનનો શો રૂમ ધરાવે છે. તેમજ તે એસી રિપેરિગની વર્કશોપ પણ ધરાવે છે.

તેમના સર્જન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દુકાન-26માં સિરાજ (રહે. જમાલપુર)નામનો કારીગર 8 મહિનાથી કામ કરતો હતો. 13 માર્ચની સવારે 10 વાગે તેમના કારીગર દીપકે તેમને જણાવ્યું હતું કે ગોડાઉનમાં 13 એ.સી. ઓછા છે. ધંધા સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરતા તથા બાજુની દુકાના માલિક સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે સિરાજ તેના મિત્ર સાથે આવ્યો હતો અને શેઠે ગોડાઉન ખાલી કરવાનું કહ્યું છે કહી લોડિંગ રિક્ષામાં એસી ભરી લઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...