તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Career Awareness Seminar On The 14th Of The Thirty Two Jain Community 055004

બત્રીસી જૈન સમાજનો 14મીએ કરિયર અવેરનેસ સેમિનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુભાષબ્રિજ ખાતે આવેલા શેઠશ્રી હીરાલાલ હરગોવનદાસ બત્રીસી હોલમાં શ્રી બત્રીસી જૈન યુવક સંઘ ટ્રસ્ટ દ્વારા 14મી એપ્રિલે નિ:શુલ્ક કરિયર અવેરનેસ સેમિનાર યોજાશે. આ સેમિનારમાં ધોરણ 12થી ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓને જીપીએસસી, યુપીએસસી, બેન્કિંગ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા સહિત 150થી વધુ કોર્સ અંગે માર્ગદર્શન અપાશે. ડિપ્લોમા-ડિગ્રી એન્જિ. અને મેડિકલ તથા પેરા મેડિકલની પ્રવેશ પ્રક્રિયા અંગે નિષ્ણાત કરિયર કાઉન્સેલર અને એડમિશન કમિટીના મેમ્બર માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે વિદ્યાર્થીઓએ પ્રી-રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જૈન સંઘ દ્વારા વિદ્યાર્થીઓને સેમિનારમાં હાજરી આપવા અપીલ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...