તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Ca Students Must Be Ready To Meet Market Challenges Suresh Prabhu 034544

CAના વિદ્યાર્થીઓએ માર્કેટના પડકારોને પહોંચી વળવા સજ્જ રહેવું પડશે : સુરેશ પ્રભુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય તથા ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ શનિવારે કહ્યું હતું કે,‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને માટે આવનાર સમય અણધારી પરિસ્થિતિ ભર્યો રહેશે. બદલાતી વેપારની પરિસ્થિતિમાં અચાનક આવતી જોખમોને પહોંચી વળવા માટે જરૂરી આયોજનો સાથે સજ્જ રહેવુ પડશે. આ માટે વિદ્યાર્થીઓએ વ્યવસાયિક અભિગમ કેળવીને ગુણાત્મક બદલાવ લાવવો પડશે.

ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા, અમદાવાદના ઉપક્રમે આયોજિત ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સ: 2019માં ‘નોલેેજ એન્ડ ટ્રેનિંગ વિથ એથિકલ ક્વોશન્ટ-પાથવે ટુ પ્રોફેશનલ એક્સેલન્સ’ થીમ અંતર્ગત સુરેશ પ્રભુએ ઉમેર્યુ કે,‘વિશ્વમાં કેપિટલ માર્કેટ, ફ્રી ટ્રેડ માર્કેટ, ઓપન માર્કેટમાં થઈ રહેલા ફેરફારોની ગતિ ખૂબ જ ઝડપી છે. જેને પહોંચી વળવા વિદ્યાર્થીઓને તૈયાર રહેવુ પડશે.’

તેમણે એમ કહ્યું કે,‘સીએનો પ્રોફેશન ઉત્તમ છે અને મને સીએ હોવાનો ગર્વ છે. પહેલાના સમયમાં જ્યારે હું સીએનો અભ્યાસ કરતો હતો તે સમયે સીએનું બે ટકા કરતા પણ ઓછું પરિણામ આવતું હતું, પરંતુ હાલમાં સીએનુ રિઝલ્ટ ચાર ટકા કે તેથી વધુ આવે છે.

અન્ય સમાચારો પણ છે...