તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભોમિયો બની ભમ્યા IIT-Gnના સ્ટુડન્ટ્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં ભાષા, પહેરવેશ, ખાનપાન, સંસ્કૃતિ, રીતિ-રિવાજ જેવી વિવિધ બાબતોમાં વિવિધતા જોવા મળે છે. વિવિધતાની વચ્ચે દેશવાસીઓ એક તાંતણે બંધાયેલા છે. આ બાબતને વિદ્યાર્થીઓ અનુભવી શકે તે માટે આઈઆઈટી ગાંધીનગર દ્વારા ‘એક્સપ્લોર ફેલોશિપ’ અંતગર્ત 84 વિદ્યાર્થીઓની 27 ટીમ બનાવીને 42 દિવસ માટે ભારત ભ્રમણ પર મોકલવામાં આવી હતી. 42 દિવસ બાદ આઈઆઈટી પરત ફરેલા 84 વિદ્યાર્થીઓએ 27 શોર્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવીને દેશની વિવિધતા અન્ય સ્ટુડન્ટ્સ સમક્ષ રજૂ કરી પોતાના અનુભવો શેર કર્યા હતા.

Travel india

સિટી રિપોર્ટર . અમદાવાદ

આઈઆઈટી સ્ટુડન્ટ્સે હોડીમાં બેસીને માછીમારોની પરિસ્થિતિ જાણી હતી.

2015થી અત્યાર સુધી 343 સ્ટુડન્ટ્સે કર્યું ભારતભ્રમણ
ભારતની વિવિધતા સ્ટુડન્ટ્સ જાણે અને અનુભવે તે માટે 2015માં દેશમાં સૌપ્રથમવાર આઈઆઈટી ગાંધીનગર દ્વારા ‘એક્સપ્લોર ફેલોશિપ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરવર્ષે આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને ઓછા બજેટમાં ભારતના પ્રવાસે મોકલવામાં આવે છે. 2015માં શરૂ થયેલા આ પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધી 343 સ્ટુડન્ટ્સ ભારતનો પ્રવાસ કરી ચૂક્યા છે. આ વર્ષે 84 સ્ટુડન્ટ્સે ફેલોશિપ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.

ધર્મશાળામાં રહ્યા અને સરકારી બસોમાં ફર્યા સ્ટુડન્ટ્સ


વિદ્યાર્થીઓ દેશનું વાસ્તવિક ચિત્ર સમજી શકે તે માટે ‘એક્સપ્લોર ફેલોશિપ’ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને ઓછા બજેટમાં ટ્રાવેલ કરવાનો અને રહેવાનો આગ્રહ કરવામાં આવે છે. જે બાબતને અનુસરીને વિદ્યાર્થીઓએ ટ્રાવેલ દરમિયાન સરકારી પરિવહન સેવાનો ઉપયોગ કર્યો હતો. વીઆઈપી ગેસ્ટ હાઉસમાં રોકાવાને બદલે વિદ્યાર્થીઓ યુથ હોસ્ટેલ, મંદિરો અને વિવિધ સમાજની ધર્મશાળામાં રોકાયા હતા. રહેવાનો ખર્ચ બચાવવા માટે ઘણા સ્ટુડન્ટ્સ રેલ્વે કે બસ સ્ટેન્ડ પર પણ સૂઈ ગયા હતા.

માછીમારોના પરિવારો સાથે સંવાદ કરી જાણી વ્યર્થા
દરિયાકિનારે માછીમારી અને મીઠંુ પકવીને પેટીયુ રળતા પરિવારોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સમજવા માટે 27 ટીમ પૈકીની અમુક ટીમે દરિયાકાંઠાના વિસ્તારોમાં જઈને માછીમારી કરતા પરિવારોની વ્યર્થા જાણી હતી. ખારા પાણી વચ્ચે તેઓ કેવી રીતે જીવે છે. માછીમારી અને મીઠું પકવીને તેમનું ઘર સારી રીતે ચાલી શકે છે કે નહીં જેવા વિવિધ પ્રશ્નો દ્વારા આ પરિવારાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...