તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝારખંડમાં બોમ્બ બ્લાસ્ટ કરનારો નકસલી ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝારખંડના ધનબાદ જિલ્લાના રાજગંજમાં પોલીસના વાહન પર બોમ્બ બ્લાસ્ટથી હુમલો કરવા સહિતના ગંભીર ગુનામાં વોન્ટેડ સીતારામ માંઝી નામના નકસલવાદીને એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ની ટીમે અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના રણોદરા ગામની એક ફેક્ટરીમાંથી ઝડપી લીધો હતો.

એટીએસના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે, નકસલવાદી સંગઠન સાથે જોડાયેલો આરોપી દસ્ક્રોઈના એક ગામમાં છુપાયો છે, જેના પગલે પીઆઈ વી. આર. મલ્હોત્રા તથા એચ. કે. ભરવાડ તથા ટીમના સભ્યોએ રણોદરાની મરક્યુરી ઇન્ડિયા નામની ફેક્ટરીમાંથી સીતારામ બિરબલ માંઝીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, 2004થી ધનબાદના ક્રાંતિકારી કિશાન કમિટી નામની નકસલી સંસ્થા સાથે જોડાયેલા છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે તેણે પોતાના સાથીદારો સાથે વનસ્થલી ગામના રોડ પર માઇન્સ બિછાવી પોલીસની જીપને ઉડાવી દીધી હતી, જે અંગે તેની સામે ગુનો દાખલ થયો ત્યારથી તે વોન્ટેડ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો