તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Bmw Has Fired The Brother And Sister To Take Out Life Insurance In Vadodara 035027

વડોદરામાં જીવન વીમો લેવા નીકળેલા ભાઈ-બહેનને BMWએ ઉડાવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથી રિપેરિંગ માટે આવેલી બીએમડબ્લ્યુ કાર લઈ સેરસપાટા માટે નીકળેલા ગેરેજવાળાએ અલકાપુરી રોડ પર આજે બપોરે 3 વાગે સામેથી બાઈક પર આવતા ભાઈ-બહેનને ઉડાવ્યા હતા. ઇન્શ્યોરન્સ એજન્ટને મળીને પરત ફરી રહેલા આ ભાઈ બહેનને કાર ની ટક્કર વાગતા બંને પૈકી બહેન હવામાં 10 ફુટ સુધી ફંગોળાઈ હતી, જ્યારે ભાઈ ના પગ પરથી કાર નું પૈડું ફરી વળતા બંનેને અત્યન્ત ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડભોઇ રોડ સ્થિત પ્રતાપનગર સોસાયટીના આશિષ કવૈયા (ઉં.વ.27) અને તેની બહેન જયશ્રી કવૈયા (ઉં.વ.24) અલકાપુરી વિસ્તારમાં આવેલી એમ.કે હાઇસ્કુલ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે જ સમયે સામેની તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા એક બી.એમ.ડબલ્યુ એક્સ-5 કારે ભાઈ બહેનને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર નો ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો, જ્યારે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર મેળવી રહેલા ભાઈ બહેનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત પછી મિકેનિક કાર મૂકી ફરાર થઈ ગયો, ખાનગી હોસ્પિટલમાં દાખલ ભાઈ-બહેનની હાલત ગંભીર
બંને બહેન-ભાઈને પગ, થાપા અને ચહેરા પર ફ્રેક્ચર થયા
હિટ એન્ડ રનનો ભોગ બનેલા આશિષ કવૈયાના પગ પરથી કારનું પૈડું ફરી વળતા ઘૂંટણથી નીચેના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ સાથે બંને થાપાની પાછળના ભાગે ફ્રેક્ચર થવાની સાથે સાથે ચહેરા પર પણ નાના મોટા ફ્રેક્ચર થયા છે. જ્યારે તેની બહેન જયશ્રી હવામાં ફંગોળાઈને નજીકમાં પાર્ક કરેલી અન્ય એક કાર સાથે અથડાતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સાથે તેના ભાઈની જેમ જ બંને થાપાની પાછળના ભાગે ફ્રેક્ચર અને ચહેરા પર પણ નાના મોટા ફ્રેક્ચર થયા છે. ખાનગી હોસ્પિટલના આઈ.સી.યુ માં સારવાર મેળવી રહેલા આ ભાઈ બહેન પૈકી બહેનની હાલત અત્યન્ત નાજુક હોવાનું અને ભાઈની હાલત પણ ગંભીર હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, વધુમાં બંનેને થયેલા ફ્રેક્ચર સૌથી ગંભીર પ્રકારના હોવાનું પણ જાણવા મળ્યું હતું.

શહેરના અલકાપુરી વિસ્તારમાં કોન્કર્ડ કોમ્પલેક્ષની ગલીમાં બીએમડબલ્યુ કારના ચાલકે બાઇક સવાર ભાઇ બહેનને અડફેટે લીધા.

BMWનોે માલિક અમદાવાદનો, બેટરી ચેક કરવા વડોદરા રોકાયા
અલકાપુરીમાં બીએમડબલ્યુ કાર હિટ એન્ડ રન કેસમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ કાર અમદાવાદના સમીર શેખની છે અને તેઓ ફરવા ગયા બાદ તેમણે પોતાની કાર રિપેરિંગ અને બેટરી ચેક કરવા માટે બે માસ પહેલા વિશ્વાસ કોલોનીમાં આવેલ અમજદ ગુલામ શેખના ઓટો ગેરેજમાં મુકી હતી. જેતલપુરનો બિલાલ કારને રિપેરિંગ માટે ગેરેજમાં મૂકવા આવ્યો હતો. શનિવારે ગેરેજના માલિક અમજદ શેખના ઘેર સામાજીક પ્રસંગ હોવાથી તેઓ ઘેર હતા અને આ કારની બેટરી કાઢવા તેમણે ગેરેજના કારીગર રેહાનને સૂચના આપી રાખી હતી. જો કે રેહાન બપોરના સુમારે જાતે જ બીએમડબલ્યુ કાર લઇને નિકળ્યો હતો અને બેફિકરાઇ પૂર્વક કાર ચલાવીને સામેથી આવી રહેલા ભાઇ બહેનના બાઇકને જોરદાર ટક્કર મારી હોવાનું સયાજીગંજ પીઆઇ હરેશ વોરાએ જણાવ્યું હતું. કાર મહેસાણા પાસીંગની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...